રાજકોટના રોડ- શૉમાં વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી

રાજકોટના રોડ- શૉમાં વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી

રાજકોટ ખાતે  રૂ. ૬,૯૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શૉ એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી યોજાયો હતો. લોક લાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા રાજકોટવાસીઓ રોડ-શૉમાં ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા. એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના સમગ્ર માર્ગમાં રાજકોટવાસીઓએ પ્રધાનસેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા.

એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત કરતા રાજકોટવાસીઓ

જન જનના મુખે એક જ નામ "મોદીજી આપકા સ્વાગત હૈ…" સાંભળવા મળ્યું હતું. માર્ગમાં શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. ૬૦ જેટલા ફલોટસ પરથી વિવિધ જ્ઞાતિના લોકોએ પ્રધાનમંત્રીશ્રીને આવકાર્યા હતા. પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પણ પ્રધાનમંત્રીની પ્રતિકૃતિ બનાવી હર્ષ વ્યક્ત કર્યો હતો.


આ તકે કાયદા વ્યવસ્થાને સુદઢ કરી અને મહિલાઓને કાયદાની વિવિધ સુવિધાઓ અને ગુજરાતમાં કાયદા વ્યવસ્થાને મજબૂત કરી દીકરીઓને નિર્ભય જીવન દેવા બદલ રાજકોટના એડવોકેટ મહેશ્વરી ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો. ગોવિંદભાઈ દંતાણીએ સમગ્ર દેવીપુજક સમાજવતી પ્રધાનમંત્રીના હર હાથ કો કામના વિચારની સફળતા દર્શાવી રોજગારીની તકો આપવા બદલ  આભાર વ્યક્ત કર્યો હતો.


સમગ્ર રૂટ પર વિવિધ શાળાના બાળકો દ્વારા થયેલી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓએ ઉપસ્થિતજનોને આકર્ષિત કર્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુળના શિષ્યો દ્વારા વેદોચ્ચાર થકી વડાપ્રધાનને અનોખો આવકાર આપવામાં આવ્યો હતો. રાજકોટની જનતા દ્વારા દર્શાવાયેલા આ  પ્રેમનો પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને અબાલ-વૃદ્ધ સૌ રંગીલા રાજકોટીયનોએ વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિતજનોએ રાજકોટને સર્વ ક્ષેત્રે અગ્રીમ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow