રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ ઇન્સપેક્ટરની ઓળખ આપી આરોપીએ રૂપિયા 8.93 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી દ્વારા તમારા સીમ કાર્ડનો ખોટી જગ્યાએ ઉપયોગ થઇ રહ્યો છે. તમારા થકી રૂ.68 લાખનું ફ્રોડ ટ્રાન્જેક્શન થવાને કારણે કોઇ મહીલાના પૈસા ગયા હોવાથી તેણીએ સ્યુસાઇડ કરી લીધું છે અને તમારુ અરેસ્ટ વોરંટ નીકળ્યું છે, માટે તમારે મુંબઇ આવવુ પડશે કહી નિવૃત ફોરેસ્ટ કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ અંગેની ફરીયાદ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા નોંધાતા પોલીસે ફરિયાદીને આવેલા ફોન નંબર અને ટેક્નિકલ સોર્સ મદદથી તપાસ હાથ ધરી છે.
છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધે પોતાની ફરીયાદમાં અલગ અલગ બેંક ખાતા ધારકો વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ફોરેસ્ટ હેડ કલાર્ક તરીકે બહુમાળી ભવન ખાતે નોકરી કરતા હતા અને હાલ નિવૃત છે. ગઇ તા.28.11.2024નાં રોજ તેમને દીયા શર્મા નામની એક યુવતીનો ફોન આવ્યો હતો અને પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા (TRAI)માંથી વાત કરે છે અને તમારા મોબાઇલમાં બે જીયો સીમ છે જેનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે માટે સીમકાર્ડ બંધ કરવું પડશે તેવી વાત કરી હતી.
'મહિલાએ સ્યુસાઈડ કરી લીધું છે, તમારી સામે વોરંટ નીકળ્યું છે' ત્યારબાદ તમારૂ સીમકાર્ડ અહીં ઓફીસમાંથી બંધ કરી નાખું છું કહેતા ફરિયાદીએ જણાવ્યું કે તેમની પાસે એક જ સીમકાર્ડ છે. થોડીવાર બાદ બીજા અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને તેમને મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર મોહીત હાન્ડાની ઓળખ આપી વાત કરી કે, ટ્રાયમાંથી તમારી ફરીયાદ આવેલી છે, તમારા સીમકાર્ડનાં નંબર મારફતે આધારકાર્ડ ઉપરથી એક HDFC બેંકનું ખાતું ખુલ્યું છે તે એકાઉન્ટમાં રૂ.68 લાખનું ફ્રોડ ટ્રાન્જેક્શન થયુ છે. તે કોઇ મહીલાનાં પૈસા હતા અને તે મહિલાએ સ્યુસાઇડ કરી લીધું છે માટે તમારી સામે અરેસ્ટ વોરંટ નીકળ્યુ છે તમારે મુંબઇ આવવુ પડશે.