રાજકોટમાં વૃક્ષોનો વૈજ્ઞાનિક સર્વે કરાશે, 65 લાખનું ટેન્ડર

રાજકોટમાં વૃક્ષોનો વૈજ્ઞાનિક સર્વે કરાશે, 65 લાખનું ટેન્ડર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર શહેરભરમાં પથરાયેલા વૃક્ષોનું આયુષ્ય વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવા માટે એક મોટો સર્વે હાથ ધરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ આ સર્વે અને જીઓ ટેગિંગ માટે અંદાજે રૂ. 65 લાખના ખર્ચ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું છે, જે શહેરના પર્યાવરણને વધુ હરિયાળું અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થવાનો દાવો કરાયો છે. આ સર્વેમાં RMC હસ્તકના બાગ-બગીચાઓ, અર્બન ફોરેસ્ટ, સરકારી, ખાનગી અને ટ્રસ્ટની માલિકીની મિલકતો તેમજ જાહેર માર્ગો અને વ્યક્તિગત માલિકીના વૃક્ષો સહિતના તમામ સ્થળોને આવરી લેવામાં આવશે.

સર્વેમાં 5 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનો સમાવેશ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષોના થડની જાડાઈ અને ઊંચાઈના આધારે તેમનું આયુષ્ય નક્કી કરવાનો છે. વૃક્ષ નિષ્ણાતો અને પર્યાવરણના જાણકારોની મદદથી આ સર્વે કરવામાં આવશે. સર્વેમાં 5 વર્ષથી માંડીને 50 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનો સમાવેશ કરવામાં આવશે. સર્વેક્ષણની પદ્ધતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત હશે. દરેક ઝોનમાં વોર્ડવાઇઝ અલગ-અલગ સ્થળોએ સર્વે કરીને વૃક્ષોનું જીઓ ટેગિંગ કરવામાં આવશે.

આ પ્રક્રિયા દરમિયાન, દરેક વ્યક્તિગત વૃક્ષ અને લીલી જગ્યાને મોબાઈલ એપ્લિકેશન અને GIS-આધારિત સોફ્ટવેર (જે RMC દ્વારા વિકસાવવામાં આવનાર છે) દ્વારા જીઓ-ટેગ કરવામાં આવશે. ટીમોમાં નિષ્ણાતો દ્વારા વૃક્ષોની ઓળખ, તેમની ઊંચાઈ, સ્વાસ્થ્યલક્ષી મૂલ્યાંકન અને આધુનિક સર્વેક્ષણ સાધનોનો ઉપયોગ કરાશે. ડેટા ડિજિટલ સ્વરૂપમાં સાઇટ પર એપ્લિકેશનમાં દાખલ કરવામાં આવશે અને ફોટોગ્રાફિક પુરાવા સાથે સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

શહેરને હરિયાળું બનાવવા એજન્સીઓને સૂચનો આપવાના રહેશે ત્યારબાદ, આ એકત્રિત ડેટાના આધારે ઝોનવાર અને વોર્ડવાર વિગતવાર અહેવાલો નકશા, ગ્રાફ, કોષ્ટકો અને તુલનાત્મક વિશ્લેષણ સાથે તૈયાર કરવામાં આવશે. આ ડેટા શહેરના વૃક્ષો અને લીલીછમ જગ્યાઓ વિશે સચોટ અને અપડેટેડ માહિતી પૂરી પાડશે, જેના માટે નિયમિત નિરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. એજન્સીઓએ વૃક્ષોની ગણતરી અને વિગતવાર અહેવાલ સાથે શહેરને વધુ હરિયાળું બનાવા માટે સરળ સૂચનો પણ આપવાના રહેશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow