રાજકોટમાં વૃદ્ધે બિલ્ડીંગના બીજા માળેથી ઝંપલાવ્યું

રાજકોટમાં વૃદ્ધે બિલ્ડીંગના બીજા માળેથી ઝંપલાવ્યું

રાજકોટ શહેરના ફૂલછાબ ચોક ખાતે સર્કિટ હાઉસની બાજુમાં આવેલ સ્ટા૨ પ્લાઝા નામની બિલ્ડીંગમાં બીજા માળેથી એક વૃધ્ધે આજે સવારના સમયે પડતુ મૂક્યું હતું જેને સા૨વા૨ અર્થે 108 મારફત રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે અહીંયા તેનું ટુંકી સા૨વા૨ દ૨મ્યાન મોત નીપજયુ હતું. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી તપાસ કરતા વૃધ્ધ પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી જેમાં બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો જે બાદ મૃતકના પરિવારજનોને પોલીસે જાણ કરી હતી.


રાજકોટ શહેરના ફૂલછાબ ચોક નજીક આવેલ સ્ટા૨પ્લાઝા બિલ્ડીંગના બીજા માળેથી કોઠારીયા રોડ આનંદનગ૨ કોલોનીમાં ૨હેતા દોલતભાઈ ત્રિકમભાઈ કેવા (ઉ.વ.60) નામના વૃધ્ધે અગમ્ય કા૨ણોસ૨ ઝંપલાવ્યુ હતું. જેને શરીરે ગંભી૨ ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા બિલ્ડીંગમાંથી તેમજ સ્થાનિક માણસો એકઠા થયા હતા અને 108 ને જાણ ક૨તા વૃધ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં તુ૨ત સીવીલ હોસિપટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ટુંકી સા૨વા૨ બાદ મૃત્યુ નીપજયું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow