રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના 2,132 કેસ

રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના 2,132 કેસ

રાજકોટમાં શિયાળાની ઋતુમાં પ્રદુષણ વધતા રોગચાળો વકર્યો છે. જેમાં પણ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યૂનાં પણ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહે શરદી-ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861, ડેન્ગ્યૂનાં 2 અને કમળાનાં 2 તેમજ ટાઇફોઇડનો 1 સહિત વિવિધ રોગનાં 2328 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2336 સામે ચાલુ સપ્તાહે 2,328 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં 1271 કેસ, ઝાડા-ઉલટીનાં 191 જેટલા કેસ, સામાન્ય તાવનાં 861 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 2 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂનાં 2 કેસ સામે આવ્યા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા છે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow