રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર યુવકે 500 રૂપિયા આપવાનો ઇન્કાર કરતા મિત્રએ છરી ઝીંકી દીધી

રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર યુવકે 500 રૂપિયા આપવાનો ઇન્કાર કરતા મિત્રએ છરી ઝીંકી દીધી

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ ઝુલ્લેલાલ કોલ્ડ્રીંકસ પાસે હર્ષ દવે નામના યુવકે 500 રૂપિયા આપવાનીના પાડતાં તેના મિત્ર દરહાન ઉર્ફે સોઢાએ છરીથી હુમલો કર્યો હતો. જેમાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો. આ અંગે ફરીયાદી રજનીભાઈ નંદલાલભાઈ દવે (ઉ.વ.60) એ જણાવ્યું હતું કે હું આલ્ફા રોડવેજમાં નોકરી કરૂ છું. અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હર્ષ ઉર્ફે મોરલી છે. ગઈ તા.27ના હું નોકરી પર હતો ત્યારે મારી પુત્રીનો ફોન આવેલ કે હર્ષને કોઈએ છરી મારેલ છે તેને સીવીલ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે. જેથી હું ત્યાં પહોંચતા મારા પુત્ર હર્ષને પુછતાં તેને જણાવ્યું હતું કે ગત રાત્રીના મારા મિત્ર ફરદિન ઉર્ફે સોઢાનો ફોન આવેલ હતો કે તે સાધુવાસવાણી રોડ પર જુલ્લેલા કોલ્ડ્રીંકસ પાસે ઉભેલ છુ અને મારે તારૂ કામ છે તેમ કહેતાં હું ત્યા ગયેલ હતો ત્યારે હરદિને કહ્યું કે મારે જામનગર જાવુ છે તું મને 500 રૂપિયા આપ જે મે આપવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો. અને ઝઘડો કરી છરી ઝીંકી દિધી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow