રાજકોટમાં પત્નીને છરીના 5 ઘા મારનાર પતિ ઝડપાયો
રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના 5 ઘારી હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને 8 નવેમ્બરે સાંજે પોલીસે દબોચ્યો હતો.
દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં બન્યો હતો. 27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના 5 જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાશ હોવાનું જાણવા મળ્યું છે.
બંને વચ્ચે ઝઘડા થતા હતા અને પતિ નિલેશ્વરીબેનને હેરાન-પરેશાન કરતો હતો એસીપી બારૈયાનાં જણાવ્યા મુજબ, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક નિલેશ્વરીબેન જે અમદાવાદના રહેવાસી હતા, તેમણે આજથી 4 વર્ષ પહેલા આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા સાથે પ્રેમસંબંધના કારણે લવ મેરેજ કર્યા હતા. અને તેઓ ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી નાની બાબતોમાં બંને વચ્ચે ઝઘડા થતા હતા અને પતિ નિલેશ્વરીબેનને હેરાન-પરેશાન કરતો હતો. આથી, 4-5 દિવસ પહેલા નિલેશ્વરીબેન તેમના ઘરેથી જતાં રહેલા અને પોતાની બહેનપણી સાથે આકાશદીપ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેવા ગયા હતા.