રાજકોટમાં પ્રેમી સાથે મનદુઃખ થતા યુવતી બિલ્ડિંગ પર ચડી
રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક શોપિંગ કોમ્પલેક્સ પર પીજીમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી પહોંચી જતા ભારે દોડધામ મચી હતી. પ્રેમી સાથે ફોનમાં વાતચીત દરમિયાન કોઈ બાબતને લઈ મનદુઃખ થયા બાદ બિલ્ડીંગ પર પહોંચી ગયાનું સામે આવ્યું છે.
રાત્રિના એક વાગ્યે જ્યારે સમગ્ર વિસ્તાર શાંત હતો ત્યારે જ યુવતી કોમ્પલેક્સના ત્રીજા માળે ફોનમાં વાતો કરતી હોય રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા. યુવતી ત્રીજા માળેથી પડતું ન મૂકે તે માટે લોકો સમજાવવા લાગ્યા હતા અને તમામ મદદની ખાતરી આપતા જોવા મળી રહ્યા છે. લોકોએ ત્રણ મિનિટ સુધી યુવતીને વાતોમાં વ્યસ્ત રાખી હતી. ત્યાં જ સોસાયટીમાં રહેતા અન્ય લોકો ઉપર પહોંચી ગયા હતા અને યુવતીને હાથ ખેંચી દીવાલ પરથી નીચે ઉતારી લીધી હતી. પોલીસે દોઢથી બે કલાક સુધી યુવતીનું કાઉન્સલિંગ કર્યું હતું.
સોમવારે રાત્રિના પુષ્કરધામ વિસ્તારમાં આવેલા એક શોપિંગ કોમ્પલેક્સ પર પીજીમાં રહેતી એક 19 વર્ષીય યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી પહોંચી ગઈ હતી. શોપિંગ કોમ્પલેક્સની વોલ પર ચડી યુવતીએ નીચે ઝંપલાવવાની તૈયારી કરી લીધી હતી ત્યારે જ રસ્તા પરથી લોકોની નજર પડતા બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. લોકોએ યુવતીને તમામ સમસ્યાના ઉકેલની વાત કરી હતી મદદની ખાતરી આપી હતી.
લોકોએ વાતોમાં પરોવી યુવતીનું ધ્યાન ભટકાવ્યું યુવતી બિલ્ડિંગ પરથી નીચે ન ઝંપલાવે તે માટે લોકોએ સમજાવવાના પ્રયાસ કર્યા હતા. ત્રણ મિનિટ સુધી સમજાવતા રહ્યા હતા. ત્યાં જ અન્ય કેટલાક યુવકો શોપિંગ કોમ્પલેક્સ પર પહોંચી ગયા હતા અને યુવતીનો હાથ ખેંચી નીચે ઉતારી લીધી હતી.