રાજકોટમાં લંગડાતા અને ખુલ્લા પગે પેંડા ગેંગની 'પાપા પગલી'

રાજકોટમાં લંગડાતા અને ખુલ્લા પગે પેંડા ગેંગની 'પાપા પગલી'

રાજકોટના મંગળા રોડ પર પેંડા ગેંગ VS મૂર્ઘા ગેંગ વચ્ચે જૂની અદાવતમાં સામસામે થયેલ અંધાધૂંધ ફાયરિંગ ઘટનામાં પોલીસે પેંડા ગેંગના 7 આરોપીની ધરપકડ કરી છે. જયારે હજુ પણ ફરાર મૂર્ઘા ગેંગના શખ્સોને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે ગઢવી ગેંગના 7 આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરી શહેર SOG પોલીસ દ્વારા ઘટનાસ્થળે લઇ જઇ તેનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બંને ગેંગ વચ્ચે છેલ્લા 10 મહિનાથી ગેંગવોર ચાલી રહી છે અને સામસામે ત્રણ વખત ફાયરિંગ કરવામાં આવી છે.

રાજકોટ DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટના મંગળા રોડ પર બે દિવસ પહેલા વહેલી સવારે 3.30 વાગ્યે પ્રગતિ હોસ્પિટલ પાસે જાહેર રોડ ઉપર સામસામે ફાયરીંગનો બનાવ બન્યો હતો. આ પછી પોલીસે બનાવ અંગે આસપાસના CCTV અંગે તપાસ શરૂ કરી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. આ કેસમાં ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો ઝાલા, જયવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, હિમંત ઉર્ફે કાળું ગઢવી, લક્કીરાજસિંહ ઝાલા, મનિષદાન બાદાણી અને પરિમલ ઉર્ફે પરિયો સોલંકી સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલ હાથિયાર, કાર્ટીસ, I20 કાર, મોબાઈલ મળી કુલ 3.75 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow