રાજકોટમાં ખૂલી ચિંતા બેંક, લોકો સમસ્યા જમા કરાવી શકશે

રાજકોટમાં ખૂલી ચિંતા બેંક, લોકો સમસ્યા જમા કરાવી શકશે

રાજકોટમાં રવિવારે એક અલગ પ્રકારની બેંક ખૂલી છે. જેને ચિંતા બેંક નામ આપવામાં આવ્યું છે. આ બેંકમાં દરેક સમાજના લોકો પોતાની પારિવારિક, સામાજિક, આર્થિક કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તેને જમા કરાવી શકશે અને વળતરમાં તેને નિરાકરણ મળશે. આજના યુવાનો આગળ આવે અને તેને નવી દિશા મળે તે હેતુથી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજે અલગ પ્રકારની બેંક શરૂ કરી છે.

આ સિવાય યુવાનો પગભર બને તે માટે બિઝનેસ ગુરુ નામ અંતર્ગત તાલીમ શાળા ખોલવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રભરના સફળ ઉદ્યોગપતિઓ યુવાનો સાથે વાર્તાલાપ કરે છે. તેમજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજે અત્યાર સુધી 500થી વધુ કિસ્સામાં છૂટાછેડા, ભાગીદારીના ઝઘડા, વ્યસન, જમીન-મકાનના કબજાની સમસ્યાનું નિરાકરણ કર્યુ છે.

રવિવારે એક અલગ પ્રકારની બેંક ખૂલી
આ અંગે વધુ માહિતી આપતા કારોબારી સભ્ય શૈલેષભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સમાજ છેલ્લા ત્રણ વર્ષથી સમાજના ઉત્થાન માટે કામ કરે છે. આ સંસ્થામાં કોઇ નાત-જાતના વાડા રાખવામાં આવ્યા નથી. દરેક સમાજના લોકો આ સંસ્થા સાથે જોડાઇ શકે છે. સભ્યો સ્વખર્ચે લોકોની સમસ્યાનું નિરાકરણ કરે છે. સમાજના અનેક લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેનું સમાધાન તો છે પરંતુ તેને ક્યાંક પૂરતું માર્ગદશર્ન નથી તો સપોર્ટ નથી. આથી તેઓ અનેક મુશ્કેલી અનુભવતા હોવાનું ધ્યાને આવ્યું છે. આથી ચિંતા બેંક ખોલવાનો વિચાર આવ્યો.

યુવાનોને બિઝનેસ માટેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું
પ્રાથમિક તબક્કે રાજકોટમાં આર.કે. એમ્પાયર, બાપા સીતારામ ચોક, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ ખાતે આ ચિંતા બેંક ખોલવામાં આવી છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત તેમજ દેશભરમાં ખોલવામાં આવશે. રવિવારે આયોજિત કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ યુવાનોને બિઝનેસ માટેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.

અત્યાર સુધી કરાયેલી કામગીરીનો ચિતાર

  • 7-12 બચાવો અભિયાન
  • કોઈના કબજામાંથી જમીન, મકાન કે મિલકત છોડાવવાની કામગીરી
  • વ્યાજ વટાવ કેસનું નિરાકરણ
  • ગૌશાળા માટે આર્થિક દાન આપવું
  • ગરીબ દીકરીના લગ્નનો ખર્ચ ઉપાડવો
  • MBBS ના વિદ્યાર્થીઓ માટે પંદર લાખની વ્યાજ વગરની લોન આપવી
  • એક હજારથી વધુ યુવાનને બિઝનેસ ટ્રેનિંગ આપવી
  • સભ્યો વ્યસન મૂકીને આ સંસ્થામાં દાન આપી આર્થિક-સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ છે.
  • આ રીતે કામ કરશે ચિંતા બેંક
    સંસ્થાની ઓફિસમાં જે પેટી મૂકવામાં આવી છે તેમાં કોઈ પણ ચિઠ્ઠી મૂકી જાશે તો તે ખોલીને વાંચવામાં આવશે. જે સમાજની હોય તે સમાજના આગેવાનોને સાથે રાખવામાં આવશે. જેને ચિંતા રજૂ કરી છે તેને પહેલા સાંભળવામાં આવશે.જો કોઇ વ્યક્તિ સાથે પ્રશ્ન કે ઝઘડો હશે તો તેને પણ સાથે રાખીને બન્ને પક્ષને સાંભળવામાં આવશે. અથવા તો આર્થિક કે અન્ય કોઈ સમસ્યા હશે તો તેને એ મુજબની મદદ કરવામાં આવશે અને માર્ગદર્શન અપાશે. સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ દેસાઈ અને તેની ટીમ આ માટે કામ કરશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow