રાજકોટમાં ગણેશોત્સવ પર રૂ. 500 થી 12,000ના કિલો વાળા મોદકની ડિમાન્ડ

રાજકોટમાં ગણેશોત્સવ પર રૂ. 500 થી 12,000ના કિલો વાળા મોદકની ડિમાન્ડ

આવતીકાલથી ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખાસ આ વર્ષે રાજકોટની બજારમાં ગણપતિ બાપાને પ્રિય એવા મોદકની અવનવી 50થી વધુ વેરાયટી ઉપલબ્ધ છે. બજારમાં આ વર્ષે 500થી લઇ 12,000 રૂપિયાના એક કિલો મોદક ઉપલબ્ધ છે. જેમાં સોનાના વરખ ચડાવેલા મોદકનો સમાવેશ થાય છે. સાથે સાથે ફેન્સી મોદક એટલે કે ડિઝાઈનર રીતે માખણ ભરેલ મટકી સાથે, કમળની વચ્ચે મોદક, પાન ઉપર મોદક, શંખ સાથે મોદક જેવી અલગ અલગ 20 જેટલી ડિઝાઈનર રીતે તૈયાર કરેલ ફેન્સી મોદક પણ બજારમાં ઉપલબ્ધ છે. જે મુખ્ય આકર્ષનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત માવા, ડ્રાયફ્રુટ, ચોકલેટ, કેસર અને બદામ સહિતની ફ્લેવરમાં મળતા મોદક તો બજારમાં ધૂમ મચાવી જ રહ્યા છે.

ગણપતિ બાપાને લાડુ પ્રિય છે પરંતુ મોદક તેને અતિ પ્રિય છે અને એટલા જ માટે ચાર દાયકાઓથી રાજકોટમાં મીઠાઈનો વેપાર કરતા વેપારીએ લોકોને કૈક નવું આપવાની ભાવના સાથે ખાસ અલગ અલગ પ્રકારના 60 જેટલા મોદક તૈયાર કરી ખાસ 20 જેટલા ફેન્સી ડિઝાઈનર મોદક પણ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહિ આ વર્ષે 500 થી લઇ 12,000 રૂપિયા કિલો મોદક મળી રહ્યા છે જેમાં સોનાના વરખ સાથે શ્રેષ્ઠ સૌથી મોંઘા 12,000 રૂપિયા કિલો મોદક મળી રહ્યા છે.

ગણેશોત્સવને લઈ ખાસ તૈયાર કરાયા મોદક વેપારી કિશોરભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી ખાસ મોદકમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે અમારે ત્યાં આ 10 દિવસ દરમિયાન લગભગ 200થી 300 કિલો મોદકનું વેચાણ થતું હોય છે. આ વર્ષે ગ્રાહકોને કૈક નવું આપવા માટે અમે ડ્રાયફ્રુટ અને માવાના બદામ સાથે ખાસ ફેન્સી ડિઝાઈનર મોદક પણ તૈયાર કર્યા છે જેમાં સોનાના વરખ ચડાવેલા મોદકનો સમાવેશ થાય છે સાથે સાથે ફેન્સી મોદક એટલે કે ડિઝાઈનર રીતે માખણ ભરેલ મટકી સાથે, કમળની વચ્ચે મોદક, પાન ઉપર મોદક, શંખ સાથે મોદક જેવી અલગ અલગ 20 જેટલી ડિઝાઈનર રીતે તૈયાર કરેલ ફેન્સી મોદકનો સમાવેશ થાય છે.

Read more

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રા

By Gujaratnow
જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્

By Gujaratnow
રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે, તેમણે રાજીનામા

By Gujaratnow
સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

1 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનુ

By Gujaratnow