રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના શોકિંગ CCTV

રાજકોટ શહેરમાં 15મી ઓગસ્ટે મોડી રાત્રે કોઠારીયા રોડ પર ગેંગવોરમાં થયેલા ફાયરીંગના સીસીટીવી સામે આવ્યા છે. 6 મહિના પૂર્વે કુખ્યાત સમીર ઉર્ફે મુર્ગાએ કરેલા ફાયરિંગનો બદલો લેવા માટે તેના સાગરિત શાહનવાઝ પર ગઢવી બંધુઓએ ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. 15મી ઓગસ્ટે રાત્રિના સમયે ભોગ બનનાર જ્યારે તના મિત્રોની સાથે ઘર નજીક બેઠા હતા ત્યારે જ મોટરસાયકલ પર આવેલા બે શખસોએ પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી હતી. શાહનવાઝને છાતીના ભાગે ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ચાર દિવસ બાદ બંને આરોપીઓેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં 15 ઓગસ્ટના રોજ મોડીરાત્રે કોઠારીયા રોડ પર નિલમ પાર્કમાં ખ્‍વાજા એપાર્ટમેનટની બાજુમાં રહેતાં અને ઘર નજીક જ કેજીએન સ્‍ટોર નામે કરિયાણાની દૂકાન ધરાવતાં શાહનવાઝ મુસ્‍તાકભાઇ વેત્રણ (ઉ.વ.20) નામના યુવાન પર બે શખ્‍સોએ ફાયરીંગ કરી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો.ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શાહનવાઝ અને તેના મિત્રો બેઠા હોય છે અને ચા પિતા હોય છે અચાનક સામેથી બે શખ્સો આવી અચાનક પિસ્તોલથી ફાયરિંગ કરે છે.જેથી શાહનવાઝ નીચે પડી જાય છે અને પછી અચાનક બન્ને શખ્સો ત્યાંથી નાસી છૂટે છે.

શાહનવાઝ મુસ્‍તાકભાઇ વેત્રણ (ઉ.વ.20)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15.08.2025ના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ ઘર પાસે આવેલા ખ્‍વાઝા એપાર્ટમેન્‍ટ નીચે એસ.એ. જ્‍વેલર્સ નામની દૂકાન પાસે બેઠો હતો ત્યારે પોતાના માસીયાઇ ભાઇ સોહિલ સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો તે દરમિયાન એક્‍સેસ વાહન પર પરીયો ગઢવી અને ભયલુ ગઢવી આવ્‍યા હતાં અને ભયલુએ ‘લોડ કર જલ્‍દી' કહેતાં પરીયા ગઢવીએ પોતાની પાસે રહેલ પિસ્‍તોલને ત્રણેક વખત ખેંચી હતી પછી મારી સામે તાંકતા હું ઉભો થઇ ગયો હતો. દરમિયાન આજે તો તને મારી જ નાખવો છે કહી ફાયરીંગ કરતાં મને છાતીમાં બે જગ્‍યાએ ઇજા થતાં હું પડી ગયો હતો. તુરંત મારો મિત્ર અફઝલ સહિતના આવી જતાં આ બંને ત્યાંથી ભાગી ગયા હતાં અને મારા મિત્રએ મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

બનાવ અંગેનું કારણ પૂછતાં ભોગબનનાર યુવાને પોલીસને જણાવ્યું હતું કે આજથી સાતેક મહિના પહેલા મારા મિત્ર સમીર ઉર્ફ મરઘાએ પુનીતનગર પાણીના ટાંકા પાસે પરીયા ગઢવી પર ફાયરીંગ કર્યુ હતું તેનો ખાર રાખી પરીયા અને ભયલુએ મારા પર ફાયરીંગ કરવામાં આવ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow