રાજકોટમાં આપઘાતના બે બનાવ નોંધાયા
ભાવેશભાઈ રામાણી (ઉ.વ.45)એ ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતે ઘરે હતા, ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા તેમને સંતાનમાં 11 વર્ષનો પુત્ર છે. પોતે પહેલા કારખાનામાં નોકરી કરતા હતા અને 6 મહિનાથી કામ છૂટી ગયું હતું જેના કારણે કોઈ કામ ધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ વધી ગઈ હતી અને તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અબ્બાસ અમીનભાઈ સુભડીયા (ઉં.વ.24) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે સાલ વડે ગળે ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અબ્બાસ અપરણિત હોવાનું અને મચ્છી વેચવાનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. યુવકે ક્યાં કારણો સર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.