રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપી નીતિન લોઢાનું મોત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપી નીતિન લોઢાનું મોત

રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા TRP ગેમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25 દિવસ પૂર્વે જ જામીન મુકત થતાં પોતાના વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો. જ્યાં ગઈકાલે નીતિન લોઢાનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા રાજકોટમાં TRP ગેમ ઝોનમાં દોઢ વર્ષ પૂર્વે આગ ભભૂકી ઉઠતાં 27 લોકો જીવતા ભુંજાયા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ગેમ ઝોનના સંચાલકો, જમીન માલીક અને કોર્પોરેશનના અધિકારીઓ સહિત 16 શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંના એક આરોપીનું અગ્નિકાંડમાં જ મોત નિપજતાં પોલીસ દ્વારા 15 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.

નીતિન લોઢાનું હાર્ટ એટેકથી રાજસ્થાનમાં મોત જેલ હવાલે રહેલા TRP ગેમ ઝોનના મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.વ.43)ને ગર્ત તા. 21 નવેમ્બરનાં રોજ રાજકોટ સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યો હતો. જામીન મુકત થતાં જ નીતિન લોઢા પોતાના વતન રાજસ્થાનના ભીમ ગામે જતો રહ્યો હતો. જ્યાં ગઈકાલે તેને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

નીતિન લોઢા TRP ગેમ ઝોનમાં મેનેજર હતો મૃતક નીતિન લોઢાને સંતાનમાં એક પુત્રી છે અને TRP ગેમ ઝોનમાં તે ગ્રેવેટી નામે કાફે ચલાવતો હતો. પરંતુ તપાસમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow