રાજકોટ પરીક્ષામાં ચોરી પકડાય તો વિદ્યાર્થી ઉપરાંત કોલેજ સામે પણ કાર્યવાહી કરો

રાજકોટ પરીક્ષામાં ચોરી પકડાય તો વિદ્યાર્થી ઉપરાંત કોલેજ સામે પણ કાર્યવાહી કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29મીએ સવારે 11.30 કલાકે સિન્ડિકેટની બેઠક મળવાની છે પરંતુ મિટિંગ મળે તે પહેલા જ સિન્ડિકેટ માટે કરાયેલી જુદી જુદી દરખાસ્તને કારણે ચર્ચા જાગી છે. જેમાં સૌથી મહત્ત્વની દરખાસ્ત એ કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ કોલેજોમાં લેવાતી પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ લાઈવ કરવાની જાહેરાત તો કરી હતી પરંતુ તેના નિયમો નક્કી કરવાનું સત્તાધીશો ભૂલી ગયા હતા. હવે પરીક્ષામાં ચોરી કરતા કોઈ વિદ્યાર્થી પકડાય તો કોલેજની પણ જવાબદારી નક્કી કરવા અને તેની સામે પણ પગલાં લેવા સહિતના નિયમો બનાવવા સિન્ડિકેટ સભ્ય ડૉ. ધરમ કાંબલિયાએ દરખાસ્ત કરી છે.

આ ઉપરાંત સર્વોદય કોલેજના સ્થળ ફેરફાર, જે અધિકારી સામે તપાસ ચાલે છે તેને મહત્ત્વની જવાબદારી નહીં આપવા પણ દરખાસ્ત કરવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન સર્વોદય કોલેજ જે અગાઉ પીડીએમ કેમ્પસમાં ચાલતી હતી તે હવે અંબાજી કડવા પ્લોટમાં ચલાવવાની સ્થળ ફેરફારની દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પી.ડી. માલવિયા કોલેજ ટ્રસ્ટ દ્વારા ભાડા કરાર રિન્યૂ નહીં કરવામાં આવતા જોડાણ રિન્યૂ કરવા મુદ્દે વિવાદ થયો હતો. ઉપરાંત સમીર ભટ્ટીની એલએલબીની પદવી રદ કરવા અંગેની પણ દરખાસ્ત કરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow