રાજકોટ પોલીસે 5 કરોડની જમીન ખાલી કરાવી પરત અપાવી, વ્યાજખોરની ધરપકડ

રાજકોટ પોલીસે 5 કરોડની જમીન ખાલી કરાવી પરત અપાવી, વ્યાજખોરની ધરપકડ

વ્યાજખોરોના ત્રાસથી અનેક ઘર પરિવારના માળા વિખેરાય ગયા છે. જો કે, વધુ એક પરિવારનો માળો વિખેરાય તે પહેલા રાજકોટ પોલીસે બચાવી લીધો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાને એક મેસેજ મળ્યો હતો કે, રાજકોટ અને ભાયાવદરમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતા વિશ્વરાજસિંહ ચુડાસમા ઉર્ફે વિસુભાના ત્રાસથી એક વૃદ્ધ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ LCB ટીમને જાણ કરી વૃદ્ધને મદદ કરવા સૂચના આપ્યું હતું. જેથી વૃદ્ધ આત્મહત્યા કરે તે પૂર્વે તેને બચાવી પોલીસે તેની 5 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવી આપી હતી અને વ્યાજખોર સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ દ્વારા વર્ષ 2020માં આરોપી પાસેથી 2 લાખ રૂપિયા 10 % વ્યાજે લેવામાં આવ્યા હતા અને તેની સામે 5 લાખ ચૂકવી દીધા હતા છતાં આરોપી દ્વારા વધુ રૂપિયા માંગણી કરી ફરિયાદીની 5 કરોડની કિંમતી જમીન પર ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હતો. જેને પણ ખાલી કરાવી પરત ફરિયાદીને આપવામાં આવી છે.

રાજકોટના પ્રહલાદ પ્લોટમાં આવેલ એ-વન એપાર્ટમેન્ટમાં રહેતાં મૂળ ભાયાવદરના વતની ઉદયભાઇ હર્ષદરાય શાહ (ઉ.વ.60)એ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી, જમીન ઉપર કબજો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન ગાળે છે. તેમના નાના કેતનભાઇ રાજકોટમાં રહે છે અને જવેલરી મેન્યુફેક્ચરીંગમા જોબવર્ક કરે છે. બંને ભાઈ સાથે રહે છે તેઓને ભાયાવદર ગામે રેલ્વે સ્ટેશન રોડ પર આશરે 18 વીઘા ખેતીની જમીન આવેલી છે જે જમીન દાદા છોટાલાલ ત્રીભોવનદાસ શાહના નામની છે.

સંકળામણમાં પાંચથી છ મહિના સુધી વ્યાજ આપ્યું ન હતું આજથી 6 વર્ષ પહેલાં 2020માં સોના ચાંદીના લે-વેચના કામ માટે તાત્કાલિક રૂપિયાની જરૂર પડતા ભાયાવદર ગામે નાઇન ફાયનાન્સ નામે ઓફિસ ચલાવી અને વ્યાજે રૂપિયા આપતા વિશ્ર્વરાજસિંહ ચુડાસમા પાસેથી રૂ.2 લાખ લીધા હતા. જેની સામે દર મહિનાનુ 10 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. બેથી ત્રણ મહિના વ્યાજ સમયસર ચુકવી આપ્યા બાદ આર્થિક સંકળામણમાં હોય જેથી પાંચથી છ મહિના સુધી વ્યાજ આપ્યું ન હતું. આ અંગે પરીવારને વાત કરતા બાકી નિકળતા રૂપિયા એકસાથે આપી દેવાનું નક્કી કર્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow