રાજકોટ લોકમેળાને લઇ તૈયારીઓ શરૂ

રાજકોટ લોકમેળાને લઇ તૈયારીઓ શરૂ

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળામાં યાંત્રિક રાઇડ્સને લઇ પહેલેથી જ વિવાદ ચાલતો હતો અને વિવાદોનો અંત આવતા સરકારે SOPમાં નિયમોમાં ફેરફાર કરી દેતા હવે મેળામાં રાઇડ્સ ઈન્સ્ટોલેશન માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાઇડ્સ ઇન્સ્ટોલેશનની સાથે સાથે માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સૂચના આપી રાઇડ્સની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ ખાતે જામનગરથી ખાસ ટીમ આવી હતી. જેમના દ્વારા રાઇડ્સની ક્ષમતા, વેલ્ડિંગ સહિતની બાબતોનું ચેકિંગ કરી જરૂર જણાયે માર્કિંગ કરી સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે. આ પછી ફાઇનલ સર્ટિફિકેટ આપવામાં આવશે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ લોકમેળાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રેસકોર્સ મેદાન ખાતે રાઇડ્સ સંચાલકો દ્વારા યાંત્રિક રાઈડસ ઉભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ યાંત્રિક રાઈડ્સમાં બેસનારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને યાંત્રિક રાઇડ્સની ચકાસણીનું કામ સોંપવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગરની એજન્સી દ્વારા આજરોજ રેસકોર્સ મેદાન ખાતે યાંત્રિક રાઇડ બાબતે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow