રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘરાણાં હવે બંધ થશે, કારણ કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ રેટનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેમાં ટૂ-વ્હીલરથી બસ સુધીનાં વાહનોના 30 મિનિટથી 2 કલાકના પાર્કિંગ રેટ જાહેર કરાયા છે. આ સાથે જ હવાઈ મુસાફરોને પિકઅપ-ડ્રોપ કરવા આવતા વાહનચાલકોને 12 મિનિટ ફ્રી પાર્કિંગની સુવિધા આપવાનું જાહેર કરાયું છે. પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ મામલે કેબ એસોસિયેશન દ્વારા એરપોર્ટ પર ધરણાં કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત તાજેતરમાં લોકસભાના સાંસદની અધ્યક્ષતામાં એરપોર્ટની એડવાઈઝરી કમિટીની બેઠકમાં પણ આ બાબતે ગરમાગરમી થઈ હતી, જેથી હવે અહીં ડિજિટલ સ્કેનરથી કાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાર્કિંગ ચાર્જ મામલે વિવાદોના અનેક બનાવ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં આવતી હોવાના અગાઉ 2 વીડિયો સામે આવી ચૂક્યા છે, જેમાં એક વડીલ 30 જૂને પોતાના સંબંધીને પિકઅપ કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા, જોકે આ દરમિયાન તેમની પાસેથી 32 મિનિટનો રૂ.80 ચાર્જ લેવામાં આવ્યો હતો અને એની પહોંચ પણ સામે આવી હતી. આ ઉપરાંત અન્ય વીડિયોમાં એક યુવાન પિકઅપનો ચાર્જ છે કે નહીં? એવું પૂછતાં VIP કંપનીના પાર્કિંગ કોન્ટ્રેક્ટર દાદાગીરી કરતાં હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટેક્સી પાસિંગ ગાડીઓને કોઇપણ પ્રકારની સુવિધા આપ્યા વિના એરપોર્ટ ઓથોરિટી ચાર્જ વસૂલતાં કેબ એસોસિયેશનના સદસ્યો, ટેક્સી-ડ્રાઇવરોએ બે દિવસ સુધી ધરણાં કર્યાં બાદ ચાર્જ વસૂલવા બાબતે એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહને રૂબરૂ મળી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ એસોસિયેશન આખા ગુજરાતમાં રજિસ્ટર છે. ટેક્સી પાસિંગનો ટેકસ ભરી લીગલી ધંધો-વ્યવસાય કરીએ છીએ. દેશભરમાં એરપોર્ટમાં કોઇ એરપોર્ટ ઉપર ટેક્સી ગાડીઓ માટે ડ્રોપિંગ ચાર્જ લેવામાં આવતો નથી. એકમાત્ર આપણા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રૂ. 40 ચાર્જ વસૂલવામાં આવે છે, એ તાકીદે રદ કરવા અને ટેક્સી ગાડીઓ માટે 10 મિનિટ ડ્રોપિંગ ફ્રી રાખવા અને 10 મિનિટ બાદ નોમિનલ ચાર્જ રાખવા માગણી છે.

Read more

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો

By Gujaratnow
બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઇની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મો

By Gujaratnow
ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ટ્રમ્પ સીરિયા પર ઇઝરાયલના હુમલાથી ગુસ્સે છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના વર્તન પર નારાજગી

By Gujaratnow