રાજકોટ ડોક્ટરના ઘરનો દરવાજો બંધ કરી તેમના ભાઇના ઘરમાંથી 1.70 લાખની મતા ઉઠાવી ગયા

રાજકોટ ડોક્ટરના ઘરનો દરવાજો બંધ કરી તેમના ભાઇના ઘરમાંથી 1.70 લાખની મતા ઉઠાવી ગયા

શહેરના જામનગર રોડ પરના પરાસરપાર્કમાં રહેતા ડોક્ટરના મકાનનો દરવાજો બંધ કરી તેમના મકાનની નીચેના માળે રહેતા તેમના ભાઇના રૂમના તાળાં તોડી અંદર ઘુસેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા.

પરાસરપાર્કમાં રહેતા અને હડાળા આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતાં ડોક્ટર પ્રવીણભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.35)એ ચોરીની ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના ભાઇ એક જ મકાનમાં ઉપર નીચે પરિવાર સાથે રહે છે.

ગુરૂવારે રાત્રે ડો.પ્રવીણભાઇના ભાઇ કમલેશભાઇ તથા તેના પત્ની રાધિકાબેન નોકરી પર નાઇટ ડ્યૂટીમાં હતા, તેમના મકાનના બારણાને તાળું માર્યું હતું. સવારે સાતેક વાગ્યે તબીબ પ્રવીણભાઇના પત્ની વર્ષાબેને તબીબને નિંદ્રામાંથી ઉઠાડ્યા હતા અને ઉપરના માળે આવેલા તેમના મકાનનો દરવાજો કોઇએ બહારથી બંધ કરી દીધાની જાણ કરી હતી, તબીબે પાડોશીને ફોનથી જાણ કરતા તેઓ દરવાજો ખોલી ગયા હતા.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow