રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતને લઈ કહ્યું કે, રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે. ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે. સાબરડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે, પશુપાલકોની માગ વાજબી છે. પરંતુ, તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી.ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માગ કરી છે. સંઘાણીએ રાજ ઠાકરએ સરદાર પટેલ પર કરેલા નિવેદન, કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસે લઈને ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે કારણકે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિક તાણાવાળાની ખબર નથી. ક્યારે ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણ ની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે. રાહુલ ગાંધીએ અમિત ચાવડા ની પસંદગી કરે છે તે બાબતે હું એટલું જ કહેવા માગું છું કે તેમણે જંગના ઘોડા અને પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે એનો જવાબ તો તેઓ જ આપી શકે.

Read more

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow