રાહુલ ગાંધી હાય હાય, કોંગ્રેસ હાય હાય

27 ઓગસ્ટના રોજ દરભંગામાં વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ-તેજસ્વીના મંચ પરથી પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. ત્યારથી ભાજપ સતત વિરોધ કરી રહ્યું છે. ત્યારે આજે (8 સપ્ટેમ્બર) રાજકોટ ભાજપનાં મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા મોરચાનાં આગેવાનો ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિત મનપાનાં હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ તકે 'રાહુલ ગાંધી હાય હાય', 'કોંગ્રેસ હાય હાય' તેમજ ‘માફી માગે, માફી માગે રાહુલ ગાંધી માફી માગે’ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ તકે મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, બિહાર ખાતે પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, કોઈપણ સંજોગોમાં માતાનું અપમાન પ્રજા ક્યારેય સહન કરી નહિ લે. આજે રાજકોટ ભાજપનાં મહિલા મોરચા દ્વારા કાળા વસ્ત્રો પહેરીને દરેક બહેનોએ આનો વિરોધ દર્શાવેલો છે. માનું અપમાન એ ખૂબ ખોટું અપમાન કરેલું છે, જેને માતાની ભૂમિકા આપણા જીવનમાં શું હોય એ રાહુલ ગાંધીને પોતાને ખબર નહિ હોય. વડાપ્રધાન જ્યારે પોતાની માતાને પગે લાગે છે, માનો વાલ જ્યારે માતા અને દીકરાનો વરસાવતા વીડિયો આપણે જોઈએ છીએ, એ ખરેખર હકીકત છે.