રાજકોટમાં થતું મતદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે લોકો મતદાન કરવા માટે તેમના વાહન મારફત પહોંચતા હોય છે પરંતુ રાજકોટમાં એવા અનેક કિસ્સા બન્યા જેમાં મતદારો આગવી શૈલીથી મતદાન કરવા માટે આવ્યા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા. GUJARATNOW સાથે વાતચીત કરતા અશ્વિન વિસાણી એ જણાવ્યું હતું કે મતદાન કરવાથી દેશની લોકશાહીને જીવંત રહે છે. જેથી મત આપવો જરૂરી છે. આ સાથે જ અશ્વિન વિસાણીએ પોતાના પરિવારની સાથે આવી મતદાન કર્યું હતું. અશ્વિન વિસાણીએ સેલ્ફિ સાથે ઉત્સાહ પૂર્વક મતદાન કરી લોકશાહી અને શાસન વ્યવસ્થા પ્રત્યેના વિશ્વાસને ચરિતાર્થ કરી બતાવ્યો હતો.
📌 Rajkot
રાજકોટમાં મતદાન મથકે વહેલી સવારથી મતદારોની કતાર
Gujaratnow1 min read

Gujaratnow1 min read



