પૂજાથી લઈને જિમમાં રોમાન્સ સુધી...:
ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. નતાશાથી છૂટાછેડા બાદ પંડ્યાનું નામ શરૂઆતમાં જાસ્મિન વાલિયા સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ હવે તેના દિવસ, રાત અને સાંજ મોડેલ માહિકા શર્માને જ સમર્પિત હોય એવું લાગે છે. હાર્દિકે ફરી એકવાર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માહિકા સાથેના ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા.
હાર્દિક પંડ્યા સાઉથ આફ્રિકા સામેની વ્હાઇટ બોલ સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં પાછો ફરે એવી અપેક્ષા છે, જેની તૈયારીના ભાગ રૂપે પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ પોસ્ટમાં તેણે પોતાની ફિટનેસ સાથે સિક્સ પેક એપ્સ પણ બતાવ્યા છે, સાથે જ તેણે ગ્રાઉન્ડ પર અને પૂલમાં દીકરા સાથે મસ્તી તથા ગર્લફ્રેન્ડ સાથે જિમ વર્કઆઉટ કરતો હોય એના પણ ફોટોઝ શેર કર્યા છે.
પંડ્યાએ ભગવાન હનુમાનની પૂજા કરી હાર્દિક પંડ્યાએ હનુમાનજીની પૂજા કરતો જે વીડિયો શેર કર્યો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે તે કેટલો મગ્ન છે. ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પાછા ફરતાં પહેલાં તેણે ભગવાન હનુમાનની પૂજા કરી હતી. પંડ્યાએ તેના સોશિયલ મીડિયા પર હનુમાન પૂજાનો એક વીડિયો શેર કર્યો હતો. ખાસ વાત એ છે કે હાર્દિક આ પૂજામાં એકલો નહોતો. તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા પણ તેની સાથે જોડાઈ હતી.
પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હવન પછી હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ ખુરસી પર સાથે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળે છે. આ કપલ હંમેશાં વેસ્ટર્ન કપડાંમાં જોવા મળે છે, તેમણે પૂજા દરમિયાન પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો.