બાળકોને દૂધ આપતા પહેલા નાંખી દો આ એક વસ્તુ, ઈમ્યુનિટી વધશે-એલર્જી થઈ જશે દૂર

બાળકોને દૂધ આપતા પહેલા નાંખી દો આ એક વસ્તુ, ઈમ્યુનિટી વધશે-એલર્જી થઈ જશે દૂર

બાળકો હોય કે મોટા બધાને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે હળદર અને દૂધ બંને અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને ઘણા ફાયદા આપે છે. હળદર જ્યાં ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે તો દૂધને એક ઉંમર સુધી બાળકોની સૌથી મોટી જરૂરીયાત તરીકે જોવામાં આવે છે. પરંતુ હળદરવાળાં દૂધનુ જરૂરીયાતથી વધુ સેવન આરોગ્ય માટે નુકસાનદાયક પણ સાબિત થઇ શકે છે, ખાસ કરીને બાળકોને કઈ પણ ખાવા-પીવાની મર્યાદિત માત્રાનો ખ્યાલ રાખવો જરૂરી છે. આવો જાણીએ કે હળદરવાળું દૂધ પીવાથી બાળકોના આરોગ્ય પર કેટલા ફાયદા છે અને દૂધની કેટલી માત્રા તેના પીવા માટે યોગ્ય છે.

બાળકો માટે હળદરવાળાં દૂધના ફાયદા

વાગેલા ઘા પર રૂઝ લાવે છે

હળદરવાળાં દૂધને દુ:ખાવો ઓછો કરવા માટે સારું માનવામાં આવે છે. આ સાથે આ બાળકોના શરીર પરના ઘા મટાડી દે છે અને દુ:ખાવામાંથી પણ રાહત આપે છે. હળદરવાળું દૂધ પીવડાવવાની સાથે જ ઘા પર હળદરનો લેપ પણ લગાવવામાં આવે છે.

એલર્જી થાય છે દૂર

શરીર પર થતી નાની-મોટી એલર્જી વગેરેને દૂર કરવામાં પણ હળદરવાળું દૂધ અસરદાર હોય છે. તેમાં રહેલ કરક્યુમિન આરોગ્યને બધા ઔષધિય ગુણ આપે છે.

વધે છે ઈમ્યુનિટી

શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ હળદરવાળાં દૂધની ખાસ ભૂમિકા હોય છે. હળદરમાં ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. જો દૂધની વાત કરીએ તો આ પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને મેગ્નેશિયમનો સારોસ્ત્રોત છે. આ બધા પોષક તત્વ બાળકને હળદરવાળાં દૂધમાંથી મળે છે.

કેટલી માત્રામાં આપશો

બાળકોને આપવા માટે હળદરવાળાં દૂધની યોગ્ય માત્રા એક ચતુર્થાશ કપ અથવા બાળક થોડુ મોટુ છે તો પછી અડધો કપ. આ હળદરવાળાં દૂધની પૂરતી માત્રા છે, જે બાળકને થોડા-થોડા દિવસના અંતરે આપી શકાય છે, જે તેના હેલ્થ પર વિપરીત પ્રભાવ નાખતો નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow