પાકિસ્તાનને જંગી દેવામાં ધકેલી ચીને પઠાણી ઉઘરાણી શરૂ કરી

પાકિસ્તાનને જંગી દેવામાં ધકેલી ચીને પઠાણી ઉઘરાણી શરૂ કરી

આર્થિક તંગી સામે ઘૂંટણિયે પડેલા પાકિસ્તાનને મોંઘું કરજ આપ્યા પછી ચીને ડોળા કાઢવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને ચીન પાસેથી લીધેલા 2.22 લાખ કરોડ રૂપિયાના કરજ સામે દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયાનો હપતો ચુકવવો પડે છે. લગભગ સાડા ચાર ગણાના દરે પાકિસ્તાન દેવું ચૂકવે છે. પાકિસ્તાનની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી ચિન ગોન્ગે પહેલી વાર આર્મી ચીફ આસિમ મુનીર અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને રાજકીય પરિસ્થિતિમાં સત્વરે સુધારો કરવા ચેતવણી આપી છે.

ગોન્ગે ચેતવણી આવી હતી કે જો પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસની ગાડી પાટા પર નહીં આવે તો ચીનને રોકાણ માટે ફરી વિચાર કરવો પડશે. ગોન્ગના આકરા વલણથી ગભરાયેલી પાકિસ્તાની સરકારે ફજેતીથી બચવા માટે બિલાવલ અને ગોન્ગની પ્રેસ કોન્ફરન્સમાં ગોન્ગના જવાબોનું જીવંત પ્રસારણ કર્યું નહોતું. બિલાવલના જવાબોનું જ જીવંત પ્રસારણ કરાયું હતું. ચીનના દેવા પર પાકિસ્તાનની નિર્ભરતાની સ્થિતિ એવી છે કે આઇએમએફ બેલઆઉટ પૅકેજના 53 હજાર કરોડ રૂપિયામાંથી 24 હજાર કરોડના ગૅરન્ટી મનીમાં પણ ચીનનો મોટો ભાગ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow