રાજકોટમાં આજે વડાપ્રધાન મોદીની રેસકોર્સમાં જાહેરસભા

વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, તમામ રાજકીય પક્ષના ટોચના નેતાઓ સભાઓ ગજવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે સાંજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેરસભાને સંબોધશે, વડાપ્રધાનની જાહેરસભામાં જનમેદની એકઠી કરવા ભાજપે કાર્યકર્તાઓની ટીમ કામે લગાડી છે અને સભામાં શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. વડાપ્રધાનની જાહેરસભા યોજાવાની છે તે સ્થળ રેસકોર્સ મેદાન ફરતે પોલીસનો અગાઉથી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, રવિવારે ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીએ સભા સ્થળનું નિરીક્ષણ કરી ખૂણા ખૂણાની તપાસ કરી હતી.