પીટી ઉષા બન્યાં ઈન્ડીયન ઓલિમ્પિક એસોસિએશનના પહેલા મહિલા પ્રેસિડન્ટ, નીતા અંબાણીએ સ્વાગત કર્યું
ભારતની બેટી એવી પીટી ઊષા ભારતીય ઓલંપિક સંઘની પહેલી મહિલા અધ્યક્ષ તરીકે પસંદ કરાઇ છે. જેનાથી ભારતીય ખેલ પ્રશાસનમાં નવા યુગની શરૂઆત પણ થઇ છે. એશિયાઇ ખેલોમાં અનેક પદકો જીતનાર અને 1984નાં લોસ એન્જલસ ઓલંપિક રમતોમાં 400 મીટરની રેસમાં ચોથાં સ્થાન પર રહેલ 58 વર્ષીય ઊષાને ચૂંટણી બાદ આ શીર્ષ પદ માટે નિર્વિરોધ પસંદ કરવામાં આવી છે. આ ચૂંટણી ઉચ્ચતમ ન્યાયાલયથી નિયુક્ત કરવામાં આવેલ સર્વોચ્ચ ન્યાયાલયનાં પૂર્વ જજ નાગેશ્વર રાવની દેખરેખ હેઠળ સંપન્ન થઇ છે.
નામાંકિત એકમાત્ર મહિલા ઉમેદવાર
ઊષાનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ IOAમાં જૂથવાદી રાજકારણના લીધે પેદા થનારી મુશ્કેલીઓ પણ સમાપ્ત થાય છે. આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ આ મહીને ચૂંટણી ન કરવાની દશામાં IOA પોસ્ટપોન્ડ કરવાની પણ ચેતવણી આપી હતી. આ ચૂંટણી ડિસેમ્બર 2021માં થવાની હતી. ઊષાને આ પદ માટે ચૂંટાવાનું ગયાં મહિને જ નક્કી થઇ ગયું હતું કારણ કે તે અધ્યક્ષ પદ માટે નામાંકિત એકમાત્ર મહિલા ઉમેદવાર હતી.
નિર્વિરોધ ચૂંટાઇ પીટી ઊષા
કોઇ પણ સભ્યએ પીટી ઊષાનાં અઘ્યક્ષ બનવા પર સવાલો ઊઠાવ્યાં નથી કે ન તો વિરોધ દર્શાવ્યો છે. ઊષાને જૂલાઇમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાનાં સભ્ય બનવા માટે કહ્યું હતું. 'ઉડ્ડન પરી'નાં નામથી ઓળખાતી પીટી ઊષાને ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે જોવામાં આવતું હતું.
95 વર્ષનાં ઇતિહાસમાં પહેલીવાર...
IOAનાં 95 વર્ષનાં ઇતિહાસમાં તે અધ્યક્ષ બનવાવાળી પહેલી ઓલંપિયન અને પહેલી આંતરરાષ્ટ્રીય પદક વિજેતા છે. તેમની આ જ ઉપલબ્ધિઓમાં એક વધુ ઉપલબ્ધિ જોડાઇ ગઇ છે અને તે છે અધ્યક્ષની. ઊષાએ 2000માં સન્યાસ લેવાથી પહેલાં ભારતીય અને એશિયાઇ એથલેટિક્સમાં 2 દશકો સુઘી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. આ સાથે જ તે મહારાજા યાદવેન્દ્ર સિંહ બાદ આઇઓએ પ્રમુખ બનનારી પહેલી ખેલાડી પણ છે.