શહેરમાં ભારે અને નાના માલવાહક વાહનો માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

શહેરમાં ભારે અને નાના માલવાહક વાહનો માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તથા વાહન અકસ્માતો નિવારવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ભારે વાહનો માટે સવારનાં 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકથી હેડ ક્વાર્ટર સર્કલ, ન્યુ એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધીનાં માર્ગ ઉપર ભારે તથા નાના માલવાહક વાહનો માટે સવારના 5 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. જ્યારે નાના માલવાહક વાહનો માટે શહેરના અન્ય વિસ્તારમાં પ્રવેશબંધી સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી તથા સાંજે 5થી રાત્રિના 9 વાગ્યા સુધી રહેશે.

માધાપર ચોકથી જામનગર રોડ પર શું છે નિયમ
આ ઉપરાંત માધાપર ચોક ખાતે જામનગર રોડથી 150 ફૂટ રિંગ રોડથી પુનિતનગર પાણીના ટાંકા સુધીનો રસ્તો ભારે તેમજ નાના માલવાહક વાહનો માટે સવારના 8થી બપારે 2 વાગ્યા સુધી તથા સાંજના 5થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, LPG, CNG અને પાણીનું વિતરણ કરતા વાહનો માટે બપોરે 11.30થી બપોરના 3.30 વાગ્યા સુધી પ્રવેશબંધીમાંથી મુક્તિ રહેશે. તેમજ શાકભાજી, ફ્રૂટ, દૂધની હેરાફેરી કરતાં તમામ વાહનો ઉપર 24 કલાક કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow