વડાપ્રધાન મોદીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા 16 હજાર કરોડ રૂપિયા

વડાપ્રધાન મોદીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા 16 હજાર કરોડ રૂપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'કિસાન સન્માન નિધિ' અંતર્ગત 13મો હપતો ખેડૂતોને અર્પિત કર્યો હતો. કર્ણાટકના બેલગાવીથી 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 13મો હપતો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ હપતા થકી ખેડૂતોને 16 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા 2-2 હજારના ત્રણ હપતામાં ટ્રાન્સફર કરે છે.

હપતો ના આવે તો શું કરવું?
જો તમને આ યોજનાની નોંધણીમાં કોઈ સમસ્યા નડી રહી હોય અથવા તમારા હપતાને લગતી કોઈ સમસ્યા છે કે કોઈ અન્ય પ્રશ્ન હોય તો તેના માટે તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર ફાર્મર કોર્નરમાં હેલ્પ ડેસ્ક પર જવાનું રહેશે.

હેલ્પ ડેસ્ક પર ક્લિક કર્યા પછી અહીં તમે તમારો આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો. ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાથી એક ક્વેરી ફોર્મ દેખાશે. અહીં ડ્રોપ ડાઉનમાં એકાઉન્ટ નંબર, પેમેન્ટ, આધાર અને અન્ય સમસ્યાઓ સંબંધિત ઑપ્શન આપવામાં આવ્યા છે. તમારી સમસ્યા અનુસાર તેને પસંદ કરો અને તેની માહિતી પણ નીચે લખો. હવે તેને સબમિટ કરો.

ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે
આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 2000 રૂપિયાના ત્રણ હપતા આપવામાં આવે છે (કુલ 6000 રૂપિયા). આ યોજના હેઠળ પ્રથમ હપતો એપ્રિલ-જુલાઈની વચ્ચે, બીજો હપતો ઑગસ્ટ-નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપતો ડિસેમ્બર-માર્ચ વચ્ચે આપવામાં આવે છે. ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી.

યોજનાના લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ પોતાની નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત માત્ર સ્થાનિક તલાટી, મહેસૂલ અધિકારી અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નામાંકિત નોડલ ઑફિસર ખેડૂતોની નોંધણી કરી શકે છે.

PM કિસાન યોજનામાં તમામ ખેડૂતોને ફાયદો
શરૂઆતમાં જ્યારે PM-કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી (ફેબ્રુઆરી '19), ત્યારે તેનો લાભ માત્ર નાના અને સીમાંત ખેડૂતોના પરિવારો માટે જ હતો. આમાં એવા ખેડૂતોનો સમાવેશ થાય છે કે જેમની પાસે 2 હેક્ટર સુધીની સંયુક્ત જમીન હતી. જૂન 2019માં યોજનાને સુધારીને તમામ ખેડૂત પરિવારોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા. જો કે હજુ પણ કેટલાક ખેડૂતોને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

PM કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવેલા લોકોમાં સંસ્થાકીય જમીન ધારકો, બંધારણીય હોદ્દા પર બેઠેલા ખેડૂત પરિવારો, રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સ્વાયત્ત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડૉકટર, એન્જિનિયર અને વકીલ જેવા પ્રોફેશનલ્સ તેમજ 10,000 રૂપિયાથી વધુ માસિક પેન્શન ધરાવતા નિવૃત્ત પેન્શનરો અને જેમણે પાછલા વર્ષમાં આવકવેરો ચૂકવ્યો હતો તેમને પણ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow