ભાવ રૂ. 200ને પાર થતાં કાપોદ્રાની માર્કેટમાંથી 150 કિલો ટામેટાં ચોરાયાં

ભાવ રૂ. 200ને પાર થતાં કાપોદ્રાની માર્કેટમાંથી 150 કિલો ટામેટાં ચોરાયાં

શહેરમાં ટામેટાંના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે. ઉત્રાણમાં 17 હજારના બટાકાની ચોરી બાદ હવે કાપોદ્રામાં 3 ગૂણ ટામેટાં (અંદાજે 150 કિલો) ની ચોરી થઇ છે. જો કે, બાબતે વેપારીએ ફરિયાદ નોંધાવી નથી.

હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી
કાપોદ્રામાં અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાં રવિવારે સવારે ટામેટાંની ચોરી થઇ હતી. વેપારી રાત્રે તમામ સામાન બાંધીને ગયા બાદ સવારે આવ્યો તો ટામેટાંની 3 ગૂણની ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તપાસ કરતાં સીસીટીવીમાં કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો.

સામાન્ય લોકો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયા
આ બાબતે વેપારીએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. જો કે, ફરિયાદ આપી નથી. સામાન્ય લોકો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયા છે. બીજી તરફ બે દિવસથી શાકભાજીની ચોરી થવાની ઘટના બનતા વિક્રેતા તેમજ નાના વેપારીઓના જીવ અધ્ધર થઇ ગયા છે. મોંઘવારી વચ્ચે ચોરી થતાં તેમને બમણો માર વાગી રહ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow