પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ!

પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ!

પાકિસ્તાનના એક હિન્દુ સાંસદે તેમના સાથી સાંસદો પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. બલૂચિસ્તાનના નેતા દાનિશ કુમારે સંસદમાં કહ્યું- મને ઈસ્લામનો ઉપદેશ ન આપવામાં આવે. પહેલા ગુનેગાર મુસ્લિમોને ઈસ્લામ શીખવો, પછી મને મારો ધર્મ બદલવા કહો.

દેશમાં વધી રહેલી મોંઘવારી પર દાનિશ સંસદમાં ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે કહ્યું- એ નિંદનીય છે કે સરકાર રમઝાન મહિનામાં પણ ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી નથી કરતી. દાનિશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયો ક્યારનો છે એની માહિતી સામે આવી નથી.

દાનિશ કુમાર પાકિસ્તાની સંસદમાં વધતી મોંઘવારી અંગે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કહે છે - અહીં મારા મિત્રો છે, જે મને કહે છે કે દાનિશ કુમાર, કલમા પઢીને મુસ્લિમ બની જાઓ. હું આ લોકોને કહેવા માગું છું કે પહેલા તમે એવા ગુનેગારોને ઇસ્લામનું પાલન કરવા કહો, જેઓ નફાખોરી કરે છે . પછી દાનિશ કુમાર પર દબાણ કરો. હું ઇચ્છું છું કે મને વચન આપવામાં આવે કે જ્યાં સુધી તે લોકોને ઇસ્લામનું પાલન ન કરાવે ત્યાં સુધી તેઓ મારા પર દબાણ નહીં કરે.

કોણ છે દાનિશ કુમાર?
દાનિશ કુમાર 2018માં બલૂચિસ્તાન અવામી પાર્ટી તરફથી લઘુમતીઓ માટે આરક્ષિત બેઠક પર સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પહેલાં તેઓ બલૂચિસ્તાન વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોને લઈને દાનિશે આ પહેલાં પણ ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow