લોકસભામાં પણ ઈતિહાસ રચવાની તૈયારી, 'વિપક્ષના દરેકની ડિપોઝીટ ડુલ થઈ જાય તેવું કરો'

લોકસભામાં પણ ઈતિહાસ રચવાની તૈયારી, 'વિપક્ષના દરેકની ડિપોઝીટ ડુલ થઈ જાય તેવું કરો'

ફરી કરી બતાવશે ભાજપ?
ભાજપે કહ્યું એ કરી બતાવ્યું છે વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસની ભવિષ્ય ભાખ્યું હતું જેમાં તેને ધાર્યા નિશાન પાર પાડ્યા હતા હવે લોકસભા ની ચૂંટણીની તૈયારી શરૂ કરી કાર્યકરો માં અત્યારથી જ જોમ જુસ્સાના પ્રાણ ફૂંકવાના શરૂ કરી દીધા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર ખાતે મળેલી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર્ટીના નેતાઓને નવો ટાર્ગેટ સોંપ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની સામે ઊભા રહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના તથા અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તેટલા પ્રમાણમાં ભાજપના ઉમેદવારને મત મળે તે સુનિશ્ચિત કરવા માટે અહી ટકોર કરી દેવામાં આવી છે.

2022 ચૂંટણીમાં ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી
વિધાનસભામાં ભાજપ ખૂબ મોટા આંકડા સાથે જીતનો દાવો કર્યો હતો, આ વખતે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને હતી. પરિણામ પહેલા વિશ્લેષકોને ભાજપના નેતાઓની ધારણા મુજબના પરિણામ આવશે તેવી બહુ આશા નહોતી પણ પરિણામ આવ્યા અને જનતાએ આપેલા મતોથી ભાજપે ગુજરાતનાં ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી ત્યારે અનેક રાજકીય પંડિતોને પણ ચક્કર આવી ગયા હતા. ગુજરાતમાં ભાજપે માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકૉર્ડ તો તોડ્યો જ સાથે સાથે સૌથી વધુ વોટ શેરનો પણ શેર રેકૉર્ડ બનાવ્યો હતો. સૌથી વધુ માર્જિનથી જીત મેળવવાનો રેકૉર્ડ પણ ભાજપને જ જાય છે.

કાર્યકરોને ફરીથી સોંપી દેવામાં આવ્યા કામ
ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કહે છે કે અમે ક્યારેય આરામ નથી કરતા અને બેસતા નથી, સતત કાર્યકરો આગામી કામ માટે જમીન સાથે જોડાયેલા રહે છે. હજુ તો ગુજરાતની ભવ્ય જીતની ઉજવણીને થોડા દિવસ પણ નથી થયા ત્યાં કાર્યકરોને આગામી ચૂંટણીને લઈને અત્યારથી કામોની સોંપણી કરવામાં આવી રહી છે.

લોકસભામાં સીટો જીતવી જ નહીં વિપક્ષને સાફ કરી દેવાનો ટાર્ગેટ
લોકસભાની છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે PM મોદીનો ચહેરો આગળ કરીને ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવી છે પરંતુ આ વખતે તમામ બેઠકો પર માત્ર જીત જ નહીં, ભવ્યાતિભવ્ય જીત માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. 2024 લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ ઈચ્છે છે કે વિપક્ષની એકેય સીટ પર ડિપોઝિટ પણ બચવી જોઈએ નહીં. બીજી તરફ મોદી મેજીક અને કેન્દ્ર માં મોદી જ જોઈએ એવા જનતા જાણે મન બનાવી લીધું છે કેમ કે ગુજરાત પરિણામની અસર આગામી દિવસોમાં દિલ્હી ની ગાદી પર જુરૂર દેખાશે એ વાત પણ નક્કી છે.

PM મોડીએ દિલ્હીમાં CR પાટીલની થાબડી હતી પીઠ
ગુજરાતમાં વિધાનસભામાં જીત પાછળ મૃદુ અને મક્કમ ચહેરો એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. સંસન્દ ભવનમાં ભાજપની પાર્લામેન્ટ્રી મીટિંગમાં PM મોદીએ CR પાટીલના વખાણ પણ કર્યા હતા.

ગુજરાતમાં જીત પાછળ PM મોદીની મહેનત અને સાત બ્રહ્માસ્ત્ર, શું આ ફરી કામ લાગશે?

  1. ચૂંટણીના એક વર્ષ પહેલા આખી સરકાર બદલી નાખી
  2. મોટા નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી
  3. ઘણી જગ્યાએ ફિડબેક લઈ ટિકિટ અપાઈ હતી
  4. 2017માં જ્યાં ભાજપ હાર્યું હતું, ત્યાં ઘણા સમય પહેલાથી જ પ્રચાર શરૂ કરી દીધો હતો.
  5. 5 વર્તમાન મંત્રીઓની ટિકિટ કાપી નાખી
  6. બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી
  7. પીએમ મોદીએ કહ્યું- હું ગુજરાતનો દીકરો છું. તે એક મોટું ફેક્ટર બન્યું.

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના થયા ખરાબ હાલ
ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસ પાર્ટીને પડ્યો હતો જેમાં, પાર્ટી માત્ર 17 જ બેઠક પર સમેટાઇ ગઈ આટલું જ નહીં 44 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી.

કારોબારી પહેલા રોડ શો યોજાયો
ગુજરાત ભાજપની કારોબારી શરૂ થાય તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક રોડ-શો યોજાયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલે અલગ-અલગ પ્રેઝન્ટેશન રજૂ કર્યાં હતાં. ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો પર વિજય બદલ પ્રદેશ કારોબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ તથા પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન પાટીલે કહ્યું કે, વિધાનસભાનું મતદાન પૂરું થયા પછી વિવિધ સર્વેનું અનુમાન હતું કે ભાજપને 110થી 135 બેઠકો મળશે, પરંતુ મને વિશ્વાસ હતો કે આ જીત ઐતિહાસિક હશે અને 157થી વધુ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપ સત્તા મેળવી સેવા કરતી હોવાને કારણે પક્ષને એન્ટીઇકમ્બન્સી નડતી નથી.

જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે : સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. ગુજરાત સરકાર કાયદા અને નિયમ પાલનમાં ચુસ્ત વલણ અપનાવી નાગરિકોની સુરક્ષા વધુ સઘન કરશે. વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયાઓ સામેના પગલાં તેનું ઉદાહરણ છે. સહકાર મંત્રી પંચાલે કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતના દરેક જિલ્લાનું એક ઉત્પાદન તેની વિશેષતા બને તે માટે કામ શરૂ થયું છે.

ચૂંટણી ડિપોઝિટ શું છે?
ચૂંટણી સુરક્ષા ડિપોઝિટ એ એક રકમ છે જે ઉમેદવાર ઉમેદવારી નોંધાવે ત્યારે રિટર્નિંગ ઓફિસર પાસે જમા કરાવવાની હોય છે. આને કાં તો રોકડમાં રજૂ કરવાની રહેશે, અથવા તો રસીદને ઉમેદવારી પત્ર સાથે જોડવી આવશ્યક છે. ચૂંટણી ડિપોઝિટનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર સાચા અને ઈચ્છૂક ઉમેદવારો જ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનવા માટે ઉમેદવારી નોંધાવે.

ચૂંટણી ડિપોઝિટની રકમ કેટલી હોય છે
લોકસભા અને રાજ્યસભાની બેઠક પરથી ચૂંટણીના કિસ્સામાં ઉમેદવાર માટે ચૂંટણી ડિપોઝિટની રકમ રૂ. 25,000 અને રૂ. 12,500 છે. વિધાનસભા અથવા કાઉન્સિલ મતવિસ્તારમાંથી ચૂંટણીના કિસ્સામાં, એટલે કે રાજ્યોમાં વિધાનસભાઓના સ્તરે ચૂંટણી ડિપોઝીટ રૂ. 10,000 અને રૂ. 5,000 હોય છે.

ક્યારે જપ્ત થાય ચૂંટણી ડિપોઝીટની રકમ
જો ઉમેદવાર દ્વારા મળેલા માન્ય મતોની સંખ્યા કુલ મતદાનના 1/6 કરતા ઓછી હોય તો ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થઈ જતી હોય છે. ચૂંટણી પંચે તે સરકારી ખજાનામાં જમા કરાવે છે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચી લે છે અથવા મતદાન પહેલા તેનું નિધન થઈ જાય છે, તો તે રકમ પરત કરવામાં આવે છે. જો સામાન્ય ચૂંટણીમાં, ઉમેદવાર એક કરતા વધુ સંસદીય મતવિસ્તારમાં અથવા એક કરતા વધુ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી લડી રહ્યાં હોય તો તેવા કિસ્સામાં ચૂંટણી ડિપોઝીટ પાછી મળતી નથી.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow