જુનિયર ક્લાર્કની પરીક્ષા 9મી, તલાટી મંત્રીની 23મી એપ્રિલે લેવા પંચાયત મંડળની તૈયારી

જુનિયર ક્લાર્કની પરીક્ષા 9મી, તલાટી મંત્રીની 23મી એપ્રિલે લેવા પંચાયત મંડળની તૈયારી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ હવે 9મી એપ્રિલે જુનિયર ક્લાર્ક અને 23મી એપ્રિલે તલાટીમંત્રીની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે પંચાયત બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીમંત્રીની પરીક્ષા માટે રાજ્યના દરેક જિલ્લામાંથી પરીક્ષા કેન્દ્રોની યાદી પણ મંગાવી છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થી જે પરીક્ષા આપવાના છે તે જુનિયર ક્લાર્ક અને તલાટીમંત્રીની સૌથી મોટી ગણાતી પરીક્ષા એપ્રિલના એક જ મહિનામાં લેવા પંચાયત બોર્ડ તૈયારી કરી રહ્યું છે.

રાજ્યમાં પેપર ફૂટવાની ઘટનાઓ વચ્ચે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મજબૂત વિધેયક બનાવવામાં આવ્યું છે. આ સાથે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવાની છે તેની તથા તલાટીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે. એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની પણ જવાબદારી આપવામાં આવી છે ત્યારે શુક્રવારે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે.

ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન સ્કૂલ- કોલેજોમાં સ્થાનિક પરીક્ષાઓની સ્થિતિ, કેન્દ્રોની ઉપલબ્ધિ, પ્રશ્નપત્રો પહોંચાડવાના રૂટ, સ્ટ્રોંગ રૂમ સહિતની વ્યવસ્થા, અન્ય પરીક્ષાઓની તારીખ સહિતની બાબતોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી તારીખ 9 એપ્રિલના રોજ લેવામાં આવનાર હોવાથી સબંધિત તંત્રને તૈયારીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો સહીતની બાબતોની માહિતી મંગાવી છે પરંતુ જુનિયર ક્લાર્કની પરીક્ષાના બીજે જ દિવસે એટલે કે 10મી એપ્રિલથી ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરુ થઇ રહી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને પગલે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થઇ શકે છે.

આ માટે શિક્ષણબોર્ડને પણ રજૂઆત કરવામાં આવી છે. 09 એપ્રિલના રોજ શાળા બિલ્ડીંગ તેમજ શાળાના કર્મચારીઓ આ સરકાર દ્વારા લેવાનાર જુનિયર કલાર્કની પરીક્ષામાં રોકાયેલ હોય, માટે બીજા જ દિવસે શરૂ થનાર ધોરણ - 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય વાર્ષિક - પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow