પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લેતાં સમયે અનુષ્કાની આંખો ભીંજાઈ!
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા મંગળવારે ફરી એકવાર આધ્યાત્મિક શાંતિની શોધમાં વૃંદાવન પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકા સામેની શાનદાર વનડે સિરીઝ બાદ આ પાવર કપલે પ્રેમાનંદજી મહારાજના આશ્રમ, રાધા કેલી કુંજ ખાતે મુલાકાત લીધી હતી. પ્રેમાનંદજી મહારાજ પ્રત્યે વિરાટ અને અનુષ્કાને ખૂબ જ શ્રદ્ધા છે. આ વર્ષે જાન્યુઆરી અને મે પછીની આ તેમની ત્રીજી મુલાકાત હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દંપતીએ મહારાજજી સાથે 'એકાંતિક વાર્તાલાપ'માં ભાગ લીધો અને તેના આશીર્વાદ લીધા.
બંને મહારાજજી સમક્ષ ઘૂંટણિયે બેસી ગયા અને તેમના આશીર્વાદ મેળવવા માટે માથું નમાવ્યું. આ સમય દરમિયાન, વિરાટ અને અનુષ્કાએ હાથ જોડીને મહારાજજીની વાત સાંભળી.
મહારાજે કહ્યું- આપણે બધા શ્રીજીના છીએ. આપણે એક છત્ર નીચે છીએ. આપણે બધા આ વાદળી છત્ર (આકાશ)ના સંતાન છીએ. હા, તમને આગળનો રસ્તો ખબર નથી, તેથી અમે તમારો હાથ પકડ્યો છે. અમારો હાથ બીજા કોઈએ પક્ડ્યો છે, તેમનો હાથ ઇષ્ટદેવે પકડ્યો છે. આપણે આ ક્રમમાં જઈ રહ્યા છીએ: ઇષ્ટ, આચાર્ય, ગુરુદેવ. આપણે તેમની શક્તિથી આગળ વધી રહ્યા છીએ. આપણે લાઇનમાં છીએ; અંતે, આપણે ત્યાં પહોંચીશું.