અમેરિકામાં ખરાબ હવામાનને કારણે 2021 સુધીમાં 11 વર્ષમાં પાવર લોસ બમણું થયું

અમેરિકામાં ખરાબ હવામાનને કારણે 2021 સુધીમાં 11 વર્ષમાં પાવર લોસ બમણું થયું

આબોહવા પરિવર્તનને કારણે અમેરિકાના ઘણા વિસ્તારોમાં હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે, પછી તે શિયાળો, ઉનાળો હોય કે વરસાદ હોય કે ફર તોફાન હોય. જેમ જેમ ભારે ગરમી અથવા ઠંડી આવે છે ત્યારે આવા સંજોગોમાં પાવર સ્ટેશનો પર વધારાનું દબાણ આવે છે. જેના કારણે અંધારપટની સમસ્યા સામાન્ય બની રહી છે.

વિજ્ઞાનીઓના એક બિનનફાકારક સમુહ ક્લાઈમેટ સેન્ટ્રલ દ્વારા વિશ્લેષણ કરાયેલ સરકારી ડેટા અનુસાર સુધીના 11 વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં હવામાન સંબંધિત 986 વીજ આઉટેજ નોંધવામાં આવ્યા હતા જે અગાઉના 11 વર્ષો કરતાં લગભગ બમણા છે. એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર 2021માં સરેરાશ અમેરિકન વીજ ગ્રાહકને લગભગ આઠ કલાકનો પાવર આઉટેજનો અનુભવ થયો હતો જે 2013ની સરખામણીમાં બમણા કરતાં વધુ છે.

એનર્જી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તનના કારણે વીજ પુરવઠો વધુ વધારશે. આ યુ.એસ.માં વધુ લોકોને અસર કરશે કારણ કે યુ.એસ.માં વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક હીટર અને બેટરી સંચાલિત કાર ખરીદી રહ્યા છે જેને ચાર્જ કરવા માટે વધારાની વીજળીની જરૂર પડશે. એટલે કે જળવાયુ પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા લેવામાં આવતાં પગલાં જળવાયુ પરિવર્તનની સમસ્યામાં વધારો કરી રહ્યા છે.

Read more

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ, તા. ૧૫ જુલાઈ - રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત હસ્તકના વિવિધ માર્ગો પર ભારે વરસાદના કારણે પડેલા ખાડા

By Gujaratnow
એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીના પુત્ર ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. આજે વહે

By Gujaratnow