દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટરવોર

દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટરવોર

દિલ્હી પોલીસે આખા શહેરમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટર લગાવવાના કેસમાં 100 FIR નોંધવામાં આવી છે, જેના પર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. ત્યાં જ આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી બહાર આવતી એક વેનમાં પણ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના અમુક વિસ્તારોમાં 'મોદી હટાઓ દેશ બચાવો' લખાણવાળાં પોસ્ટર લાગ્યાં હતાં. આ પોસ્ટરોમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો હતી નહીં. આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પપ્પુ મહેતા નામની વ્યક્તિને પોસ્ટર લગાવતી વખતે પકડી લીધો હતો. પપ્પુ પાસે પોસ્ટરનાં 38 બંડલ મળી આવ્યાં હતાં.

બે વર્ષ પહેલાં પણ દિલ્હીમાં એન્ટી મોદી પોસ્ટર લાગ્યા હતાં
રિપોર્ટ્સ પ્રમાણે આવો જ એક કેસ બે વર્ષ પહેલાં પણ થયો હતો. જ્યારે દિલ્હીમાં કોવિડ વેક્સીનેશન ડ્રાઇવ દરમિયાન મોદીની આલોચના કરતાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. ત્યારે દિલ્હી પોલીસે 30 લોકોની ધરપકડ કરી હતી. ત્યાં જ, 25 FIR નોંધવામાં આવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow