બૂટલેગર સુધી પહોંચે તે પહેલા બામણબોરથી 385 પેટી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી લીધી

બૂટલેગર સુધી પહોંચે તે પહેલા બામણબોરથી 385 પેટી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી લીધી

શહેરની ભાગોળે બામણબોર નજીકથી વધુએક દારૂ ભરેલી ટ્રક પોલીસે પકડી લીધી હતી, અમૃતસરથી નીકળેલી ટ્રક બૂટલેગર સુધી પહોંચે તે પહેલા એરપોર્ટ પોલીસે 385 પેટી દારૂ ભરેલી ટ્રક ઝડપી ચાલક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી, પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.29.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચોટીલા તરફથી આવી રહેલી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ.ઝણકાંત સહિતની ટીમે વોચ ગોઠવી હતી, નિયત વર્ણન વાળી ટ્રક બામણબોર પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી, પોલીસે ટ્રકના ઠાઠામાં તપાસ કરતાં કોલસો જોવા મળ્યો હતો, દારૂની ચોક્કસ માહિતી હોવાથી પોલીસે કોલસો દૂર કરી તપાસ કરતાં જ એક ચોરખાનું જોવા મળ્યું હતું તે ખોલતાં જ અંદરથી રૂ.19,41,300ની કિંમતની 4620 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.29,71,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટ્રકચાલક રાજસ્થાનના કલજીકી બેરી ગામના જેઠારામ હિરારામ જાખડ (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. જેઠારામે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, અમૃતસરથી દારૂ ભરેલી ટ્રક લઇને રવાના થયો હતો, સપ્લાયર લોકેશન આપતો હતો તેમ તે આગળ વધતો હતો, દારૂ કોને અને ક્યાં આપવાનો હતો તેનાથી તે અજાણ હતો, નવું લોકેશન મળે તે પહેલા બામણબોર નજીક પોલીસે ઝડપી લીધો હતો, અત્રે ઉલ્લેખનીય છેકે, પંદરેક દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે એક અને એરપોર્ટ પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી તે બંને ટ્રક પણ અમૃતસરથી દારૂ ભરીને નીકળી હતી, આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે પરંતુ કહેવાતા ક્રાઇમ બ્રાંચના જાંબાઝ અધિકારીઓ હજુ સુધી એ દારૂ કોણે મગાવ્યો હતો તે શોધી શક્યા નથી, આજે પકડાયેલો દારૂ કોનો હતો તે ખૂલશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow