Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
morbi

પોલીસ જયુસુખ પટેલને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરે તેવી સંભાવના

Gujaratnow5 min read
પોલીસ જયુસુખ પટેલને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરે તેવી સંભાવના

ઝૂલતાપૂલ દુર્ઘટનાના ત્રણ માસ પછી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાની સાથે જ આગોતરા જામીન અરજી કરનારા મુખ્ય આરોપી એવા ઓરવાના એમડી જયસુખ પટેલ મંગળવારે અચાનક જ મોરબી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને કોર્ટમાં શરણાગતિ કરી હતી.  

ઝૂલતા પુલની ઘટનાને પુરા 3 માસ વીતી જવા બાદ પણ પોલીસ તેને પકડી ન શકી હતી. નોંધનીય છે કે જયસુખ પટેલ વિરુદ્ધ 70 નંબરનું વોરંટ ઇશ્યુ થયુ હતું. જેથી કોર્ટ સમક્ષ તે હાજર થયા હતા. જો કે તેની ધરપકડ થાય એ પૂર્વે જ જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી.  

જેલ લઈ જતી વખતે લોકોએ જયસુખ પટેલનો ઘેરાવો કર્યો હતો
જ્યાં મંગળવારે કોર્ટે જયસુખ પટેલને કોર્ટે પ્રથમ જ્યુડિશિયલ કસ્ટડી સોંપવાનો હુકમ કર્યો હતો અને તેને જેલ હવાલે કર્યો હતો. જ્યાંથી પોલીસે તેનો કબજો ત્યાંથી મેળવ્યો હતો. જ્યાં જયસુખ પટેલને લોકોની ભારે ભીડ વચ્ચે પોલીસની ગાડીમાં જેલ હવાલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં લોકોએ જયસુખ પટેલને જેલ લઈ જતી પોલીસની ગાડીનો ઘેરાવો કર્યો હતો અને કોર્ટની બહાર જ 'જયસુખ હાય હાય'ના નારા લાગ્યા હતા. આજે જયસુખ પટેલના મોરબી કોર્ટમાં પોલીસ આગળની કાર્યવાહી માટે રજૂ કરે તેવી માહિતી સુત્રોમાંથી મળી છે જેના પર સૌ કોઈની નજર રહેશે.  

'જયસુખ હાય હાય'ના નારા લાગ્યા
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માગ કરી રહ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજૂ થઇ ગયા છે. કોર્ટના આદેશ બાદ જયસુખ પટેલને જેલ હવાલે કરાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યાં જયસુખ પટેલને લોકોની ભારે ભીડ વચ્ચે પોલીસની ગાડીમાં જેલ હવાલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં લોકોએ જયસુખ પટેલને જેલ લઈ જતી પોલીસની ગાડીનો ઘેરાવો કર્યો હતો અને કોર્ટની બહાર જ 'જયસુખ હાય હાય'ના નારા લાગ્યા હતા.  

દુર્ઘટનામાં હવે પ્રતિદિન નવા ધડાકા થવાની સંભાવના
મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. તો ચાર્જશીટ રજૂ થયા બાદ આજે પ્રથમ સુનાવણી મોરબીની કોર્ટમાં શરૂ થવા જઈ રહી છે. જે પ્રથમ સુનાવણીમાં આ ગુનામાં ઝડપાયેલા નવ આરોપીઓને ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવશે. ત્યારે આજની સુનાવણી પર સૌ કોઈની નજર છે. સાથે જ જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી અંગે પણ આજરોજ સુનાવણી થવાની છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં હવે પ્રતિદિન નવા ધડાકા થવાની સંભાવના રહેલી છે.  

મોરબીના મેનેજિંગ ડિરેક્ટરને લાલ શાહીથી દર્શાવવામાં આવ્યા
​​​​​​​મોરબી પોલીસે ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકના ગુના નં 2003/2022ની ઈ.પી.કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધી પોલીસે નવ આરોપીની ધરપડક કરી હતી. જે તમામ આરોપીઓના સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે જામીન નામંજૂર કરેલા. જેથી તમામ આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોરબી સબ જેલમાં છે. જે કેસની તપાસમાં ઝૂલતા પુલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવ્યા હતા. જેથી તેમનાં સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરાવતા મળી આવ્યા ના હોવાથી નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ મેળવ્યું છે. તેમજ અટક કરેલા નવ આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાં આજે ચાર્જશીટ નંબર 30/2023 તથા સી.સી.નંબર 675/2023થી દાખલ કરવામાં આવેલી છે. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપ મોરબીના મેનેજિંગ ડિરેક્ટરને લાલ શાહીથી દર્શાવવામાં આવેલા છે. જે ચાર્જશીટમાં કુલ 367 ઇસમોને સાહેદો તરીકે દર્શાવવામાં આવ્યા છે. કુલ 1262 પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

ઓરેવા ગ્રુપના એમડી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું હતું
ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી હતી અને હવે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં આજે જયસુખ પટેલે સરેન્ડર કરી દીધું છે.

જયસુખ પટેલની આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણિયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી હતી. કોર્ટે અરજી મંજૂર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.

દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ
મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના શકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતા પુલની મજા માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચ્યો હતો.  

બનાવને પગલે એક તરફ હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. જે દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા. જે બનાવને ૩ માસ જેટલો સમય થવા આવ્યો છે, ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

Gujaratnow5 min read

Related News