પોલીસની બેદરકારીથી પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યો!

પોલીસની બેદરકારીથી પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યો!

ચુનારાવાડ વિસ્તારની તરુણીને હિતેશ ભરતભાઇ જાંબુકિયા અપહરણ કરી જઇ દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. ત્યાર બાદ પીએસઆઇ એ.જે.લાઠિયાએ કાયદાની પ્રક્રિયા મુજબ 90 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું ન હતું. જેનો કાનૂની લાભ લઇ આરોપી હિતેશે એડવોકેટ જિજ્ઞેશ એમ. સભાડ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે કેસ ચાલતા અદાલતે તપાસનીશ અધિકારીને સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.

તપાસનીશ અધિકારીએ પોતે સમય મર્યાદા પૂર્વે ચાર્જશીટ રજૂ કરી દીધું હોવાનું સોગંદનામું કર્યા બાદ અદાલતે એ ડિવિઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઇ સી.જી.જોશીને હકીકત જણાવવા હુકમ કર્યો હતો. જેથી પીઆઇએ સોગંદનામામાં પોતાની કોઇ બેદરકારી નહિ હોવાનું અને તપાસનીશ અધિકારી લાઠિયાના લીધે ચાર્જશીટ રજૂ થયું ન હોવાનું જણાવ્યું હતું.

આમ પોલીસ અધિકારીઓ એક બીજા પર દોષનો ટોપલો ઢોળી દેવાની નીતિ સામે અદાલતે ટીકા કરી પીઆઇ જોશી, પીએસઆઇ લાઠિયા અને મહિલા હોમગાર્ડ સેજલ મકવાણાને ત્રણ મહિનાની અંદર તપાસનો અહેવાલ મોકલવા હુકમ કર્યો છે અને આરોપી હિતેશ જાંબુકિયાને ડિફોલ્ટ બેઇલ પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow