પંતને સ્ટ્રેચર વાન પર ગ્રાઉન્ડની બહાર લઈ જવો પડ્યો

પંતને સ્ટ્રેચર વાન પર ગ્રાઉન્ડની બહાર લઈ જવો પડ્યો

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવી લીધા છે. બુધવારની રમતના અંતે રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 19-19 રન પર અણનમ પાછા ફર્યા.

દિવસના છેલ્લા સેશનમાં, સાઈ સુદર્શન (61 રન)એ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી. સુદર્શન ઉપરાંત, ઓપનર યશસ્વી જયસ્વાલે 58, કેએલ રાહુલે 48 અને રિષભ પંતે 37 રન બનાવ્યા.

પંત જમણા પગના અંગૂઠામાં ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો. ક્રિસ વોક્સનો યોર્કર બોલ તેના શૂઝ પર વાગ્યો. તેને સ્ટ્રેચર વાન પર મેદાનની બહાર લાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 2 વિકેટ લીધી. ક્રિસ વોક્સ અને લિયામ ડોસનને એક-એક વિકેટ મળી. દિવસના પહેલા સેશનમાં, ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ફાસ્ટ બોલર અંશુલ કંબોજ ભારત માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો છે. તેને ભૂતપૂર્વ વિકેટકીપર બેટર દીપ દાસગુપ્તાએ ટેસ્ટ કેપ આપી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow