પંચમહાભૂતમાં વિલીન થયા ધીરજ કુમાર

પંચમહાભૂતમાં વિલીન થયા ધીરજ કુમાર

પીઢ એક્ટર, નિર્માતા અને ડિરેક્ટર ધીરજ કુમારનું 15 જુલાઈના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. ન્યુમોનિયાથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે સવારે તેમના પાર્થિવ શરીરને હોસ્પિટલથી અંધેરી વેસ્ટ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યું હતું, જ્યાં રઝા મુરાદ, અસિત મોદી, અશોક પંડિત, ટીના ઘાઈ, દીપક કાઝીર સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે અંતિમ દર્શન કર્યા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નિર્માતા આસિત મોદી પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ધીરજ કુમારના નિધનને મોટું નુકસાન ગણાવ્યું. નિર્માતાએ કહ્યું કે- ધીરજ કુમારના નિધનથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. હું ખૂબ જ આઘાતમાં છું કારણ કે હું તેમને એક અઠવાડિયા પહેલા જ મળ્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow