પંચાયતના 'દામાદ જી'ને આવ્યો હાર્ટ એટેક!

પંચાયતના 'દામાદ જી'ને આવ્યો હાર્ટ એટેક!

ફેમસ વેબ સિરીઝ 'પંચાયત'માં 'દામાદ જી'ની ભૂમિકા ભજવનારા એક્ટર આસિફ ખાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરને સોમવારે હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સદનસીબે, તેમની હાલત હવે સ્થિર થઈ રહી છે અને ટૂંક સમયમાં રજા આપવામાં આવી શકે છે.

આસિફની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ આસિફની તબિયત સ્થિર થયા બાદ તેમણે તેમના ફેન્સ માટે એક પોસ્ટમાં શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે- "છેલ્લા 36 કલાકમાં સમજાયું કે જીવન કેટલું નાનું છે, એક ક્ષણમાં કંઈપણ બદલાઈ શકે છે. દરેક દિવસ માટે આભારી બનો અને હંમેશા તમારા પ્રિયજનોની કદર કરો. જીવન એક બેસ્ટ ગિફ્ટ છે."

આસિફે બીજી એક પોસ્ટ પણ કરી છે અને તે દિવસ વિશે જણાવ્યું છે જ્યારે તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે લખ્યું કે- "મને થોડા કલાકોથી તકલીફ થઈ રહી હતી, જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી. હવે હું સ્વસ્થ થઈ રહ્યો છું અને સારું અનુભવી રહ્યો છું." આસિફે તેના બધા ફેન્સના પ્રેમ બદલ આભાર માન્યો. અંતે લખ્યું કે, "હું ટૂંક સમયમાં પાછો આવીશ. ત્યાં સુધી, મને તમારા વિચારોમાં રાખવા બદલ આભાર." આસિફે તેની પોસ્ટમાં જણાવ્યું નથી કે તેને શું થયું, તેને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો, પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow