PM મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને મળ્યા

PM મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને મળ્યા

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર ભારતની 5 દિવસની રાજકીય મુલાકાતે છે. તેઓ મંગળવારે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા હતા.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન, પીએમ મોદીએ પહેલગામ હુમલાની નિંદા કરી અને આતંકવાદ સામે ભારતની સાથે ઉભા રહેવા બદલ ફિલિપાઇન્સનો આભાર માન્યો હતો.

આ દરમિયાન, બંને દેશો વચ્ચે અનેક કરાર (MOUs) પર હસ્તાક્ષર થયા. બંને નેતાઓએ એક ટપાલ ટિકિટ પણ જાહેર કરી હતી.

આ પહેલા, તેમણે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા.

2022માં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરની આ પહેલી ભારત મુલાકાત છે. તેઓ સોમવારે ભારત પહોંચ્યા હતા. ફર્સ્ટ લેડી લુઇસ અરાનેટા માર્કોસ અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન પણ તેમની સાથે ભારત આવ્યું છે.

રાષ્ટ્રપતિ માર્કોસની આ મુલાકાત ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow