PM મોદીએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને ઘુમાવ્યો ફોન, જાણો શું લીધા સમાચાર

બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ આજકાલ અસ્વસ્થ છે. સોમવારે સિંગાપોર ખાતે તેમનો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. ઑપરેશન કરાવ્યાં બાદ રાષ્ટ્રીય જનતા દળનાં અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ ભાનમાં આવ્યાં છે અને તેમણે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બિહારનાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવથી વાતચીત કરીને લાલૂ પ્રસાદ યાદવનાં સ્વાસ્થયની માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ ફોન પર કરી વાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ તેજસ્વીને તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવનાં સ્વાસ્થયનાં વિશે જાણકારી મેળવવા માટે ફોન કર્યો હતો. તેમણે હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવેલ છે.
કેવું છે લાલૂ પ્રસાદ યાદવનું સ્વાસ્થ્ય?સિંગાપોરમાં સોમવારે લાલૂ પ્રસાદનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું. સફળ ઓપેરેશન બાદ રાષ્ટ્રીય જનતા દળનાં અધ્યક્ષ લાલૂ પ્રસાદ ભાનમાં આવી ગયાં છે અને તેમણે પ્રાર્થનાઓ માટે પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો.
દિકરી રોહિણીએ લાલૂને કર્યું કિડની દાન
લાલૂ પ્રસાદની 40 વર્ષની દિકરી રોહિણી આચાર્યને પોતાના 70 વર્ષીય પિતાને કિડની દાન કર્યા માટે સોશિયલ મીડિયા પર પ્રશંસા મળી રહી છે. સર્જરીથી પહેલાંની પોતાનાં અને પોતાના પિતાનાં ફોટો સાથે રોહિણીએ હોસ્પિટલથી ટ્વિટ કરી કહ્યું કે રોક એન્ડ રોલ માટે તૈયાર, વિશ મી ગુડ લક.
લાલૂનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
બિહારમાં અસંખ્ય સમર્થકો લાલૂ પ્રસાદ યાદવનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં જ્યાં સુધી તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર ઓપરેશનનો કોઇ અપડેટ નહોતો આપ્યો. તેજસ્વી યાદવે રાજદ સુપ્રીમોને ઓપરેશન થિયેટરથી ICU માં લઇ જવા સુધીનો એક વીડિયો ટ્વિટ કરતાં કગ્યું કે પપ્પાનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક થયાં બાદ તેમને ઓપરેશન થિયેટરથી આઇસીયૂમાં મોકલવામાં આવ્યું છે. બહેન રોહિણી વિશે કહ્યું કે ડોનર મોટી બહેન રોહિણી આચાર્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ બંને સ્વસ્થ છે.
ઓપરેશન સમયે તેજસ્વી, રાબડી અને મીસા ભારતી હાજર
ઓપરેશનનાં સમયે તેજસ્વી પોતાનાં પિતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને માં રાબડી દેવી તથા સૌથી મોટી બહેન મીસા ભારતીની થિયેટરમાં હાજર હતાં. તેજસ્વીએ કહ્યું કે તમારી પ્રાર્થનાઓ અને દુઆઓ માટે ધન્યવાદ.