'PM CARES ભારત સરકારનું ફંડ નથી', PMOએ હાઈકોર્ટમાં ટ્રસ્ટને લઈને કર્યો મોટો ખુલાસો

'PM CARES ભારત સરકારનું ફંડ નથી', PMOએ હાઈકોર્ટમાં ટ્રસ્ટને લઈને કર્યો મોટો ખુલાસો

પ્રધાનમંત્રી કાર્યાલયએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે PM CARES ભારત સરકારનું ફંડ નથી અને તેને પબ્લિક ઓથોરિટી માની શકાય નહીં. પીએમઓનાં સચિવે કહ્યું કે PM CARES ફંડને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનાં રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ ભારતનાં બંધારણ, સંસદ કે કોઈ રાજ્યનાં વિધાનમંડળનાં કાયદાની અંતર્ગત નથી બનાવવામાં આવ્યું.

PMOએ સમ્યક ગંગવાલની અરજીનો કર્યો વિરોધ
પીએમઓએ સમ્યક ગંગવાલની તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકાનો વિરોધ કર્યો છે. તેમણે અરજી દાખલ કરી હતી કે 'ભારતનાં બંધારણનાં અનુચ્છેદ 12ની અંતર્ગત પીએમ કેયર્સ ફંડને સરકારી ફંડ ઘોષિક કરવામાં આવે.' PMOએ સ્પષ્ટ કર્યું કે ટ્રસ્ટનાં કામકાજ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે કેન્દ્ર સરકાર કે કોઈપણ રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ નથી. પીએમઓએ આગળ જણાવ્યું કે પીએણ કેર ફંડ માત્ર વ્યક્તિઓ અને સંસ્થાનોની તરફથી સ્વૈછિક દાન સ્વીકારે છે. આ કોઈપણ બજેટિય પ્રાવધાન કે લોક ઉપક્રમનાં બેલેન્સશીટથી આવાનારાં પૈસાનો સ્વીકાર નથી કરતું.

PM CARESને પબ્લિક ઓથોરિટી ન માની શકાય
PM CARES ફંડમાં આપવામાં આવેલા યોગદાનને આયકર અધિનિયમ 1961 અંતર્ગત છૂટ આપવામાં આવી છે પરંતુ એ આ વાતને સાચું નહીં પુરવાર કરી શકે કે આ એક પબ્લિક ઓથોરિટી છે. આગળ કહેવામાં આવ્યું કે ફંડને સાર્વજનિક સત્તા ન કહી શકાય કારણકે જે કારણે તેને બનાવવામાં આવ્યું હતું તે વિશુદ્ધરૂપે ધર્માર્થ છે અને ન તો ફંડનો ઉપયોગ કોઈ સરકારી યોજના માટે થાય છે અને ન તો ટ્રસ્ટ સરકારની કોઈપણ નીતિથી શાસિત થાય છે. તેથી પીએમ કેયર્સને પબ્લિક ઓથોરિટીનાં રૂપમાં લેબલ ન કરી શકાય.

PMOની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે...
PMOએ આગળ એ પણ તર્ક આપ્યું કે PM CARES ફંડને પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ (PMNRF) ની તર્જ પર સંચાલિત કરવામાં આવે છે કારણકે બંનેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે. જવાબમાં કહેવામાં આવ્યું કે જે રીતે PMNRF માટે રાષ્ટ્રીય પ્રતિક અને ડોમેન નામ gov.inનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે પીએમ કેયર્સ ફંડ માટે પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow