વિરાટ કોહલી, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો

વિરાટ કોહલી, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ત્યારે આવતીકાલે મેચમાં જીત મેળવવામાં માટે આજે બપોરે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરી હતી. ભાદરવા મહિનામાં ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે. બીજી તરફ, અસહ્ય બફારો હોવાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પરસેવે રેબઝેબ થયા હતા. ટીમના મેનેજર કેપ્ટન તેમજ કોચ દ્વારા પિચનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સખત તાપમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ સાંજે 5 વાગ્યે પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા અને નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, આવતીકાલની મેચની ટીમમાં હાલની ટીમના 5 ખેલાડીઓ નહીં રમે. જેમાં શુભમન ગીલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. છેલ્લા 10 વન-ડે ભારત માટે ખૂબ જ સારા રહ્યા છે અને વર્લ્ડકપ પહેલા આ સિરીઝ મહત્વની છે, કાલનો મેચ પડકારરૂપ હશે.

Read more

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી

By Gujaratnow
ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

રવિવારથી ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ હતી. પીએમ મોદીએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. ફોટો શેર

By Gujaratnow