પિઝ્ઝા-બર્ગરનાં શોખીનો આ વાત જાણી લેજો, એવી વસ્તુ નાંખે છે મોટી-મોટી કંપનીઓ તમને જોવી નહીં ગમે: રિપોર્ટમાં દાવો

પિઝ્ઝા-બર્ગરનાં શોખીનો આ વાત જાણી લેજો, એવી વસ્તુ નાંખે છે મોટી-મોટી કંપનીઓ તમને જોવી નહીં ગમે: રિપોર્ટમાં દાવો

પ્લાસ્ટિકને નરમ રાખે છે કેમિકલ

એક નવા અભ્યાસમાં વાત સામે આવી છે કે આ આઉટલેટ્સ પર મળતા જંક ફૂડમાં ડિટરજન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતુ કેમિકલ ભેળવવામાં આવે છે. એટલે સીધી રીતે તમારા આરોગ્ય સાથે ચેડાં થાય છે.  

એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, જ્યોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલય, સાઉથ વેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (સૈન એન્ટોનિયો, ટેક્સાસ), બોસ્ટન યુનિવર્સિટી અને હાવર્ડ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવેલુ આ રિસર્ચ જનરલ ઓફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.  

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝ્ઝા હટ, ડોમિનોઝ, ટેકો બેલ અને ચિપોટલ સહિત પ્રસિદ્ધ ફૂડ ચેનમાં મળતા ફાસ્ટ ફૂડમાં પ્લાસ્ટિકને નરમ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ એક રસાયણ જોવા મળ્યું છે.

64 Food Samples ની થઈ તપાસ

કેમિકલવાળું આ ફૂડ ઘણી બધી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉભી કરી શકે છે. સંશોધનકારોએ આ આઉટલેટથી હૈમબર્ગર, ફ્રાઈઝ, ચિકન નગેટ્સ, ચિકન બુરિટોસ અને પનીર પિઝ્ઝાના 64 ફૂડ સેમ્પલની તપાસ કરી છે. સંશોધનકારોએ જાણ્યું કે 80 ટકાથી વધુ ખાદ્ય પદાર્થોમાં DnBP નામનું એક ફેથલેટ અને 70 ટકામાં ફેથલેટ DEHP હતુ. બંને કેમિકલ આરોગ્ય માટે નુકસાનકારક છે.

ફેથલેટનો ક્યા ઉપયોગ થાય છે?

સંશોધનકારો મુજબ, ફેથલેટ એક રસાયણ છે, જેનો ઉપયોગ સૌદર્ય પ્રસાધન, વિનાઈલ ફર્શ, ડિટરજન્ટ, ડિસ્પોઝેબલ મોજા, વાયર કવર જેવા ઉત્પાદનોમાં વર્ષોથી કરવામાં આવે છે. આ રસાયણ પ્લાસ્ટિકને કોમળ અને વાળવામાં મદદ કરે છે. એટલે તેની ઉત્પાદનની જરૂરીયાત મુજબ તેને ઢાળી શકાય છે. આ રસાયણોથી અસ્થમા, બાળકોમાં બ્રેન સાથે જોડાયેલી ગંભીર આરોગ્ય સંબંધી સમસ્યાઓ થાય છે. આ સિવાય કોઈ પણ વ્યક્તિની પ્રજનન પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે.

FDA એ જાહેર કર્યુ નિવેદન

માંસયુક્ત ભોજન બેરિટોસ અને ચીજબર્ગરમાં રસાયણની માત્રા વધુ હતી. જ્યારે ચીજ પિઝ્ઝામાં નિમ્ન સ્તરે હતી. સંશોધન સાથે જોડાયેલા લારિયા એડવર્ડસે સ્વીકાર કર્યો છે કે દરેક સેમ્પલ એક જ શહેરના હતા અને વિશ્લેષણ અલગ પ્રકારના રેસ્ટોરન્ટ પર કેન્દ્રીત નથી. તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ અભ્યાસની સમીક્ષા કરશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow