ફિઝિકલ ટીચરે જેન્ડર ચેન્જ કરાવી વિદ્યાર્થિની સાથે કર્યા લગ્ન, યુવતીએ કહ્યું સર્જરી ન કરાવી હોત તો...

ફિઝિકલ ટીચરે જેન્ડર ચેન્જ કરાવી વિદ્યાર્થિની સાથે કર્યા લગ્ન, યુવતીએ કહ્યું સર્જરી ન કરાવી હોત તો...

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક મહિલા ફિજિકલ ટીચરને વિદ્યાર્થીની સાથે પ્રેમ થયો. ત્યારબાદ ટીચરે પોતાનુ જેન્ડર ચેન્જ કરાવ્યું અને યુવતીમાંથી યુવક બનીને સ્કૂલની વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. ટીચર મીરા ડીગ ઉપખંડના મોતીના નગલાના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં કાર્યરત હતી.

હું શરૂઆતથી જ તેમને પ્રેમ કરતી હતી: દુલ્હન

દુલ્હન કલ્પનાએ જણાવ્યું, મીરા મારા સ્કૂલમાં ફિજિકલ ટીચર હતી. જેણે મને 10મા ધોરણથી રમત શિખવાડી છે. મારી રમત કબડ્ડી છે અને આજે પણ જે હુ છુ તે મારા પતિ બનેલા આરવના કારણે છુ. કલ્પનાનુ કહેવુ છે કે હું શરૂઆતથી જ તેમને પ્રેમ કરતી હતી અને જો તેમણે પોતીની સર્જરી ના પણ કરાવી હોત તો પણ હું તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતી. આ વાત હંમેશા અમારા મગજમાં પણ હતી કે લોકો શું કહેશે. અમે ગુરૂ અને શિષ્ય હતા. ગુરૂએ શિષ્ય સાથે લગ્ન કરી લીધા. અમે અમારા પરિવારજનો સાથે વાતચીત કરી અને પરિવારજનો રાજી થઇ ગયા. મારા પતિએ પોતાનુ જેન્ડર ચેન્જ કરાવ્યું અને તે યુવક બની ગયા. અમારા બે વચ્ચે પ્રેમ હતો. તેથી બે દિવસ પહેલા અમે બંનેએ લગ્ન કર્યા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow