ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીની મુલાકાતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેમણે કોન્ફરન્સ પહેલાં મેલોની સાથે મુલાકાત દરમિયાન ઘૂંટણિયે બેઠી અભિવાદન કર્યું. પછી સ્ટેજ પર આવી બંને એકબીજાને ભેટ્યાં હતાં. સારા મિત્રોની જેમ મળતાં આ બંને દેશના વડાઓના લોકો વખાણ કરી રહ્યા છે. આ પહેલાં મે મહિનામાં ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીની અલ્બેનિયા મુલાકાત દરમિયાન આવો જ વીડિયો સામે આવ્યો હતો. વડાપ્રધાન એડી રામાએ ઘૂંટણિયે બેસીને જ તેમનું સ્વાગત કર્યું હતું. રેડ કાર્પેટ પર બેસીને રામાએ મેલોનીને નમસ્તે પણ કર્યું હતું. તેમનો આ શાનદાર અંદાજ વરસાદમાં પણ અકબંધ રહ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow