Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌎 World

ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી આવ્યો 13 વર્ષનો કિશોર

Gujaratnow1 min read
ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી આવ્યો 13 વર્ષનો કિશોર

અફઘાનિસ્તાનની KAM એરલાઇન્સની ફ્લાઇટ RQ-4401 કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટથી સવારે 8:46 વાગ્યે IST પર ઉડાન ભરી હતી અને સવારે 10:20 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પર લેન્ડ થઈ હતી.

એરલાઇન સ્ટાફે ફ્લાઇટની નજીક એક છોકરાને ભટકતો જોયો. તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી. ત્યાર બાદ CISFએ કિશોરની અટકાયત કરી અને તેને પોલીસને સોંપી દીધો.

અફઘાનિસ્તાનના કુન્દુઝના રહેવાસી આ છોકરાએ અધિકારીઓને જણાવ્યું કે તેણે જિજ્ઞાસાથી આ કર્યું છે. તે જોવા માગતો હતો કે કેવું લાગે છે.

સોમવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશોર કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયો હતો અને વિમાનના પાછળના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. સંપૂર્ણ તપાસ પછી વિમાનને સલામત જાહેર કરવામાં આવ્યું હતું. એ જ દિવસે એ જ ફ્લાઇટમાં કિશોરને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.

Gujaratnow1 min read

Related News